• ગુરુવાર, 08 મે, 2025

જામજોધપુર યાર્ડની વેપારી પેઢીએ ખેડૂતો સાથે 27 લાખની છેતરપિંડી કર્યાની ફરિયાદ પેઢી અને મકાનને તાળા મારી વેપારી પિતા-પુત્ર સહિતના ત્રણ શખસ ફરાર

જામનગર તા.5: જામજોધપુરના માર્કેટીંગ યાર્ડમાં આવેલી વિઠલાણી બ્રધર્સ નામની વર્ષો જૂની પેઢી તથા તેની સાથે સંયુકતમાં આવેલી અલગ અલગ બે પેઢી કે જેઓના સંચાલક રમેશભાઈ મથુરાદાસ વીઠલાણી નામના બે ભાઈઓ તેમજ રમેશભાઈના પુત્ર કિસન રમેશભાઈ વિઠલાણી કે જેઓએ જામજોધપુર તાલુકાના સતાપર ગામના કેટલાક ખેડૂતોની રકમ ચૂકવ્યા વિના પેઢીને તાળા મારીને ભાગી છુટયા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. ઉપરાંત તેઓનું મકાન પણ બંધ અવસ્થામાં છે અને સમગ્ર પરીવાર ભૂગર્ભમાં ઉતરી ગયો છે. જેથી ખેડૂતો ભારે ચિંતામાં મુકાયા છે.

સતાપર ગામમાં રહીને ખેતી કામ કરતા દિનેશભાઈ સુરાભાઈ પરમાર કે જે અઢી દાયકાથી ઉપરોકત વિઠ્ઠલાણી બંધુઓની પેઢી સાથે પોતાની અલગ અલગ જણસની વેચાણ કરી વ્યવહાર

ચલાવે છે. જે ભરોસાને લઈને આ વખતે પણ દિનેશભાઈ પરમાર દ્વારા અંદાજે 5,16,750ની કિંમતનો મગફળીનો જથ્થો વેચાણ માટે વેપારીને આપ્યો હતો. જેની બાકી રોકાતી રકમ આપવા

માટે અવાર નવાર જુદા જુદા બહાના આપતા

હતા.

આખરે પેઢીના સંચાલકો લાપત્તા બની ગયા હોવાથી આખરે દિનેશભાઈ પરમાર દ્વારા ત્રણેય વેપારીઓ સામે વિશ્વાસઘાત અને છેતરપીંડી અંગેની ફરીયાદ નોંધાવી છે. આ ઉપરાંત તેઓની સાથે જસાપર ગામના અન્ય ચાર ખેડૂતો કે જેઓએ પણ વધુ 27 લાખ રૂપિયાની અલગ અલગ જણસ તેમાં મગફળી, કપાસ, જીરૂ વગેરેનો સમાવેશ થાય છે. જેથી સમગ્ર મામલો જામજોધપુર પોલીસ મથકમાં લઈ જવાયો છે. અને દિનેશભાઈ પરમારની ફરીયાદના આધારે જામજોધપુર પોલીસે જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક