નવી દિલ્હી તા.પ: ડ્રગ્સ લેવાના મામલે પ્રતિબંધિત દ. આફ્રિકી ફાસ્ટ બોલર કાગિસો રબાડા આઇપીએલમાં ફરી સામેલ થવા માટે ભારત પહોંચી ગયો છે. તે ગુજરાત ટાઇટન્સ ટીમ સાથે જોડાશે. તેના પર નશીલી દવાના સેવન માટે ત્રણ મહિનાનો પ્રતિબંધ મુકાયો હતો. આ વર્ષની શરૂઆતમાં આફ્રિકા ટી-20 લીગ દરમિયાન લેવાયેલ તેનું યૂરિન સેમ્પલ પોઝિટીવ રહ્યંy હતું. રબાડા આવતીકાલે મુંબઇ સામેના મેચમાં લગભગ ગુજરાત ટીમ તરફથી રમી શકે છે. રાબડાને 1 એપ્રિલે ડ્રગ્સ ટેસ્ટમાં પોઝિટીવ રહ્યાની સૂચના મળી હતી. ત્યારે તે આઇપીએલમાં ગુજરાત ટાઇટન્સ ટીમનો હિસ્સો હતો. આ પછીથી તે સ્વદેશ આફ્રિકા પરત ફર્યો હતો. ત્યારે ટાઇટન્સે એવી જાણકારી આપી હતી કે રબાડા અંગત કારણોસર આફ્રિકા પરત ફર્યો છે.
રબાડાના
મેનેજરે ખુલાસો કર્યો છે કે તેણે નશા માટે કોઇ ડ્રગ્સનું સેવન કર્યું ન હતું. એક કાર્યક્રમમાં
એક પર્દાથનું સેવન કર્યું હતું. જેમાં કોકીન સામેલ હતું. હવે તેના પરની ત્રણ મહિનાની
પ્રતિબંધની સજાની અવધિ સમાપ્ત થઇ છે. આથી તે ફરી આઇપીએલમાં જોડાયો છે.