આતંકવાદ સામેની લડાઈમાં અમે ભારતની સાથે, સંશાધન આપીશું : સ્પીકર
વોશિંગ્ટન
તા.6 : આતંકવાદ સામેની લડાઈમાં ભારતને ખુલ્લો ટેકો જાહેર કરી ચૂકેલા અમેરિકાએ પાકિસ્તાન
પર હુમલો કરવાનું ભારતને ગ્રીન સિગ્નલ આપી દીધાની આશંકા છે. અમેરિકી સંસદના સ્પીકરે
કરેલા એલાનથી આવી આશંકા ઉભી થઈ છે.
અમેરિકી
સંસદના સ્પીકર માઈક જોનસને કહ્યું કે અમેરિકા આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં ભારતનું સંપૂર્ણ
સમર્થન કરશે. તેમણે ભારતને અનેક રીતે અમેરિકાનું મહત્વનું સાથી ગણાવ્યું છે. અમેરિકી
સંસદના કેપિટલ હોલમાં સોમવારે એક બ્રિફીંગમાં જોનશને ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપાર
સમજૂતી અંગે પણ વાતચીત કરી અને કહયું કે આશા છે કે તે સફળ રહેશે. અમેરિકી સ્પીકરને
પત્રકારોએ પૂછયું કે દાયકાઓથી સરહદ પારના આતંકવાદનો સામનો કરી રહેલા ભારત અંગે તેમનો
શું સંદેશો છે ? જવાબમાં તેમણે કહયું કે આમોને ત્યાં જે થઈ રહ્યું છે તેનાથી સહાનુભૂતિ
છે અને અમે અમારા સહયોગીઓ સાથે ઉભા રહેવા ઈચ્છીએ છીએ. ભારત અમારુ મહત્વનું ભાગીદાર
છે. ભારતે આતંકવાદ વિરુદ્ધ ઉભા થવું પડશે.
અમેરિકાના
સ્પીકર પહેલા ઈન્ટેલીજન્સ ચીફ તુલસી ગબાર્ડ, એફબીઆઈના ડાયરેકટર કાશ પટેલ પણ આતંકવાદ
મુદે ભારતે ટેકાનું એલાન કરી ચૂકયા છે. હવે સ્પીકર માઈક જોનશને કહયું છે કે આતંકવાદ
વિરુદ્ધની લડાઈમાં ભારતને સમર્થન માટે અમે સંભવ દરેક પ્રયાસ કરીશું. જયારે આતંકવાદનો
ખતરો વધશુ તો તમે ટ્રમ્પ પ્રશાસનને સામે ઉભેલું જોશો. અમે વધુ ઉર્જા, સંશાધન અને સમયની
સાથે મદદ કરીશું.