ટાઇટન્સના ટોપ ઓડર્સ બેટર્સ અને ખઈંના ઇન ફોર્મ બોલર્સની રોચક ટક્કર થશે
મુંબઇ
તા.પ: પ્લેઓફ રાઉન્ડની બે પ્રબળ દાવેદાર ટીમ મુંબઇ ઇન્ડિયન્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે
મંગળવારે વાનખેડે સ્ટેડિયમ પર કાંટે કી ટક્કર થશે. આ મેચમાં જીત હાંસલ કરનાર ટીમને
પ્લેઓફની ટિકિટ મળી જશે. એમઆઇ અને જીટી બન્ને ટીમના 14-14 પોઇન્ટ છે. ટાઈટન્સ માટે
પ્લસ પોઇન્ટ એ છે કે તે 10 મેચ રમી છે. જયારે મુંબઇ ટીમ 11 મેચ રમી ચૂકી છે. ગુજરાત
ટાઇટન્સના ટોપ ઓર્ડરના ત્રણ બેટર શાનદાર ફોર્મમાં છે. તો બીજી તરફ મુંબઈ ઈન્ડિયન્સના
બોલર્સ સતત ઘાતક દેખાવ કરી રહ્યા છે. આથી આ મેચમાં બોલ અને બેટનો રોમાંચક જંગ જોવા
મળશે. મુંબઇના વાનખેડે સ્ટેડિયમ પર બીજી ઇનિંગમાં બેટિંગ થોડી કઠિન હોય છે. પ્રથમ દાવ
લેનાર ટીમ ઓછામાં ઓછો 200 રનનો સ્કોર કરવા માંગશે. બન્ને ટીમ માટે પાવર પ્લેની 6 ઓવર
એકસ ફેકટર બની રહેશે.
મુંબઇ
ઇન્ડિયન્સનો રન રેટ સૌથી ઉંચો છે. આમ તો તેને પ્લેઓફ રાઉન્ડમાં પહોંચવા માટે બે મેચની
જરૂર છે. તેના ત્રણ મેચ બાકી છે અને તેમાંથી બે મેચ હોમ ગ્રાઉન્ડ પર રમવાના છે. જયારે
ટાઇટન્સને હજુ ચાર મેચ રમવાના બાકી છે. જો અને તોની સ્થિતિમાંથી બહાર નીકળી વટભેર પ્લેઓફમાં
પહોંચવા માટે તેને પણ બે મેચની જીત આવશ્યક છે. તેના ટોપ ઓર્ડર બેટર્સ શાનદાર ફોર્મમાં
છે. સાઇ સુદર્શન (પ04), કપ્તાન શુભમન ગિલ (46પ) અને જોસ બટલર (470) રની કરી ચૂકયા છે.
તેમણે મુંબઇના બોલર ટ્રેંટ બોલ્ટ (16 વિકેટ), કપ્તાન હાર્દિક પંડયા (13), જસપ્રિત બુમરાહ
(11) અને દીપક ચહર (9)નો સામનો કરવાનો રહેશે. આ બોલિંગ યૂનિટ કોઇ પણ બેટિંગ લાઇનઅપ
પર ભારે પડી શકે છે. મુંબઇ માટે પૂર્વ કેપ્ટન રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ અને રિયાન
રિકલટનનું બેટિંગ ફોર્મ મહત્વનું બની રહેશે. તેમની સામે મોહમ્મદ સિરાજ અને પ્રસિધ્ધ
કૃષ્ણાની ચુનૌતિ બની રહેશે. ટાઇટન્સ માટે આફ્રિકી ઓલરાઉન્ડ ગેરાલ્ડ કોએત્ઝીનો દેખાવ
મહત્વનો બની રહેશે.