- બન્નેના ફર્ધર રિમાન્ડ થયા નામંજૂર
પોરબંદર
તા.5: પોરબંદરના કુછડી ગામની મહિલાના પરિવારજનોના અપહરણ અને 70 લાખ રૂપિયાની લેતીદેતીના
પ્રશ્નને ગોંધી રાખવાના બનાવમાં હિરલબાના સાગરીતને પોરબંદર પોલીસે મુંબઈ ખાતેથી પકડી
પાડયા બાદ કોર્ટમાં રજૂ કરતા તેના રિમાન્ડ નામંજૂર થયા છે. તો તેના મોટાભાઇના ચાર દિવસના
રિમાન્ડ પૂર્ણ થતા બંનેને જયુડીશીયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે.
મૂળ
કુછડીની તથા ઇઝરાયેલ રહેતી લીલુ ઓડેદરા નામની મહિલાએ એક વિડીયો વાયરલ કરીને 70 લાખ
રૂપિયાની લેતી દેતીના પ્રશ્ને તેના પિતા, પુત્ર અને ભૂતપૂર્વ પતિને હિરલબા જાડેજાના
બંગલે ગોંધી રાખ્યાની સોશિયલ મીડિયામાં પોસ્ટ વાઇરલ કર્યા બાદ આ બનાવમાં તપાસ હાથ ધરવામાં
આવી હતી અને અંતે ગુનો ઘખલ થયા બાદ હિરલબા જાડેજાની ધરપકડ કરીને રિમાન્ડ પર લેવાતા
હાલમાં તે રાજકોટની હોસ્પિટલમાં સારવાર અર્થે છે. તો બીજી બાજુ તેના એક સાગરીત હિતેશ
ભીમા ઓડેદરા ને જે તે સમયે પોલીસે પકડી પાડયો હતો અને ચાર દિવસના રિમાન્ડ ઉપર લીધો
હતો અને તેના રીમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં ફર્ધર રીમાન્ડ માટે રજૂ કરવામાં આવ્યો હતો.
પરંતુ એડવોકેટો એમ.જી. શીંગરખીયા, એન.જી. જોષી, સલીમભાઇ જોખીયા અને જે. જે. હાથલીયાએ
ધારદાર દલીલ કરતા તેના વધુ રિમાન્ડ નામંજૂર થયા હતા અને જયુડીશીયલ કસ્ટડીમાં ધકેલી
દેવામાં આવ્યો હતો.
જ્યારે
બીજો ઈસમ વિજય ભીમા ઓડેદરાની તપાસ હાથ ધરવામાં આવતા તે મુંબઈ ખાતે હોવાનું જાણવા મળ્યું
હતું અને બેલારૂશ ખાતે નાસી જવાની પેરવીમાં હતો ત્યારે જ મુંબઈની એક હોટલમાંથી તેને
પોરબંદર પોલીસે પકડી લીધો હતો અને તેને પણ રિમાન્ડની માંગણી સાથે પોલીસે કોર્ટમાં રજૂ
કર્યો હતો જેમાં તેના તરફેના એડવોકેટો એમ.જી. શીંગરખીયા, એન.જી. જોષી, સલીમભાઇ જોખીયા
અને જે. જે. હાથલીયાએ એવી દલીલ કરી હતી કે આરોપીની ધરપકડ જ ગેરકાયદે રીતે કરવામાં આવી
છે તેથી આવા સંજોગોમાં રીમાન્ડ આપી શકાય નહીં, આ પ્રકારના હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના
જજમેન્ટ મુજબ દલીલ કરી હતી તેથી તેના પણ રિમાન્ડ નામંજૂર થયા હતા અને જ્યુડીશ્યલ કસ્ટડીમાં
મોકલી દેવામાં આવ્યો હતો.