• રવિવાર, 22 ફેબ્રુઆરી, 2026

અમદાવાદમાં બાળ તસ્કરીમાં આરોપીના જામીન કોર્ટે ફગાવ્યા

અમદાવાદ, તા.21: તાજેતરમાં બાળ તસ્કરીના કેસમાં ઉત્તર પ્રદેશની રહેવાસી અને ઓઢવ ખાતેની વંદના પંચાલે અમદાવાદ સિટી સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી. પરંતુ ગુનાની ગંભીરતાને જોતા કોર્ટે તેની જીન અરજી ફગાવી દીધી હતી. ઉલ્લેખનીય છે કે ગત જાન્યુઆરીમાં પોલીસને મળેલી બાતમી મુજબ અમદાવાદના કોતરપુર ખાતેથી ગાડીમાં ત્રણ આરોપીઓને નવજાત બાળકની તસ્કરી કરતા પકડી લીધા હતા. તેમની પાસેથી એક નાનું બાળક મળી આવ્યું હતું. જેને 3.60 લાખમાં ખરીધું હોવાનું સામે આવ્યું હતું આ બાળક હિંમતનગરના વ્યક્તિ પાસેથી ખરીદી હોવાનું  તેઓએ જણાવ્યું હતું. નોંધનીય છે કે આંતર રાજ્ય સક્રિય ગેંગના હજુ પણ 6 સભ્યોને પકડવા માટે પોલીસ સક્રિય છે. વંદના પંચાલ આ સમગ્ર નેટવર્કમાં વચેટીયા તરીકે કામ કરતી હતી. નવજાત બાળકોને હૈદરાબાદ મોકલવામાં આવતા હોવાની પણ વિગતો બહાર આવી છે. વંદના પંચાલ અમદાવાદમાં રહીને બાળ તસ્કરીના ગુન્હાને અંજામ આપતી હતી. તે ગુજરાતના અંતરિયાળ વિસ્તારમાં જઇને ગરીબ માતા-પિતાનો સંપર્ક કરી તેમને લલચાવીને બાળક ખરીદી લેતી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક