કોર્ટે આરોપીને 5 દિવસના રિમાન્ડ ફટકાર્યા
સુરત
તા. 20 : શહેરના કતારગામ વિસ્તારમાંથી ઝડપાયેલા 800 કરોડના સાયબર ક્રાઇમના ગુનામાં
નાસતા ફરતા આરોપીને સુરત સાયબર ક્રાઈમ પોલીસે પાટણ ખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી
હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ આ ગુનામાં 7 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા.
સુરત
સાયબર ક્રાઇમ સેલ દ્વારા 800 કરોડના સાયબર ફ્રોડમાં કતારગામ વિસ્તારમાં આરોપીઓ પાસેથી
મોબાઇલ, લેપટોપ, બેંકોની ચેકબુક તથા પાસબુક સહિતનો મુદ્દામાલ કબજે કરી ચાર આરોપીઓને
ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી હતી. આ આરોપીઓ પાસેથી મળી આવેલા જુદી જુદી બેંકોના 149
ખાતાઓમાં રૂ. 8, 00, 66, 51, 326, 33ના ટ્રાન્જેક્શનો થયા હોવાની હકિકત મળી આવી હતી
અને અલગ અલગ બેંકોના 149 ખાતા ઉપર એનસીસીઆરપી પોર્ટલ ઉપર કુલ-402 ફરિયાદો મળી આવી હતી.
જેથી પોલીસની તપાસ દરમિયાન અગાઉ કુલ સાત આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ
ધરી વધુ તપાસ શરૂ કરવામાં આવી હતી. આ ગુનામાં સંડોવાયેલ નાસતા ફરતા આરોપીને શોધી કાઢવા
ટેકનિકલ વર્ક આઉટ કરી ટીમ બનાવી પાટણ ખાતે તપાસ કરતા આરોપી કરણ ઉર્ફે દ્વારકેશ પીરાભાઇ
દેસાઇ(ઉ.33, ધંધો-બેકાર અભ્યાસ-એમએસસી આઈટે રહે.રબારી વાસ, ગોગા મહારાજના મંદિરની ગલીમાં,
ગામ-વાગડોદ તા.સરસ્વતી જી.પાટણ)ને પાટણ ખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
છે. પોલીસે આરોપી કરણ દેસાઈની અટક કરી નામદાર કોર્ટમાં રહુ કરી પાંચ દિવસના રીમાન્ડ
મેળવી વધુ તપાસ હાથ ધરી છે.