• બુધવાર, 24 જૂન, 2026

ગિરગઢડાના જામવાળામાં મિત્રોની પાર્ટી રક્તરંજિત : યુવાનની હત્યા

ગિર ગઢડા,તા.23: ગિર ગઢડા તાલુકાના જામવાળા ગામમાં સામે કાંઠે એક વાડીમાં યુવાનનો મૃતદેહ પડયો હોવાની જાણ પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.  બનાવની જાણવા મળતી વિગત મુજબ ગિર ગઢડાના જામવાળા ગામમાં રહેતા મેહુલ હકુભાઈ વળવતર ગઈકાલે રાત્રીના સમયે તેમના 5 મિત્ર સાથે સામે કાંઠે આવેલા વાડીમાં પાર્ટી કરવા ગયેલા અને પાર્ટી શરૂ હતી એ દરમ્યાન મિત્રો સાથે બોલાચાલી અને ઝગડો થતા મામલો ઉગ્ર બન્યો હોય અને પાર્ટીમાં મેહુલભાઈ સહિત હાજર 5 મિત્રએ તેમની આંખમાં પ્રે છાંટી પથ્થર વડે હુમલો કરી પગમાં ફેક્ચર કરી મુંઢમાર મારી મૃત્યુ નીપજાવ્યું હતું.

મેહુલના ભાઈ હિતેષભાઈ દ્વારા 5 આરોપી વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે કરણ શંભુ ડગિયા, પીયૂષ શંભુ ડગિયા, મહેશ ઉર્ફે દીકુ શંકરભાઈ મકવાણા અજય વનાભાઈ ગુજરિયા તેમજ દેવાભાઈ ભરતભાઈ રાઠોડ વિરુદ્ધ ફરિયાદ નોંધી જેમાં હાલ 3 આરોપીને રાઉન્ડઅપ કરેલ છે જ્યારે અન્ય 2 આરોપીને ઝડપવા સ્થાનિક પોલીસ અને ક્રાઇમબ્રાંચ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.

ઇ-પેપરના નવા શુલ્ક