• મંગળવાર, 23 જૂન, 2026

અમેરિકા-ઈરાન શાંતિ સમજૂતીનો રોડમેપ તૈયાર

- કતર અને પાકિસ્તાને ઈરાન-અમેરિકાની બેઠક અંગે આપ્યું સંયુક્ત નિવેદન : શાંતિ સમજૂતીની અમલવારી માટે સમિતિ બનાવવા સહમતી

નવી દિલ્હી, તા. 22 : અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે એક મહત્ત્વની કૂટનીતિક પહેલ સામે આવી છે. સ્વિત્ઝરલેન્ડના બર્ગેનસ્ટોકમાં કલાકો ચાલેલી હાઇ લેવલ મીટિંગ બાદ બન્ને દેશોએ 60 દિવસની અંદર અંતિમ કરાર સુધી પહોંચવાના હેતુથી એક રોડમેપ ઉપર સહમતી વ્યક્ત કરી હતી. કતર અને પાકિસ્તાન તરફથી સોમવારે જાહેર કરવામાં આવેલાં સંયુક્ત નિવેદનમાં પ્રગતિને ઉત્સાહજનક ગણાવવામાં આવી હતી.

સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે વાતચીત સકારાત્મક માહોલમાં થઈ હતી અને આગળની ટેક્નિકલ વાતચીત માટે એક તંત્ર સ્થાપિત કરવા સહમતી બની હતી. આ વાતચીત લેક લ્યુનર્સ સમિટ દરમિયાન થઈ હતી. બેઠકમાં અમેરિકી ટીમનું નેતૃત્વ ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે કર્યું હતું જ્યારે ઈરાની પ્રતિનિધિ મંડળની કમાન સંસદના સ્પીકર મોહમ્મદ બાકર ગાલિબાફના હાથમાં હતી. અમેરિકા, ઈરાન, કતર અને પાકિસ્તાની પ્રતિનિધિઓએ એમઓયુ હેઠળ થયેલી પ્રગતિની સમીક્ષા કરી હતી અને એક ઉચ્ચસ્તરની સમિતિ બનાવવા સહમતી વ્યક્ત થઈ હતી. ઈરાની વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ સોશિયલ મીડિયા ઉપર કહ્યું હતું કે, યુદ્ધ ખતમ કરવાની દિશામાં મહત્ત્વની પ્રગતિ થઈ છે.

ઇ-પેપરના નવા શુલ્ક