• બુધવાર, 24 જૂન, 2026

જંતર-મંતર ઉપર કોકરોચ પાર્ટીનું અડગ વિરોધ પ્રદર્શન

નવી દિલ્હી, તા.23: રાજધાની દિલ્હીમાં કેન્દ્રીય શિક્ષામંત્રીનાં રાજીનામાની માગણી સાથે સતત ચોથા દિવસે જંતર-મંતર ખાતે કોકરોચ જનતા પાર્ટી(સીજેપી)નું પ્રદર્શન જારી છે. આ દરમિયાન સીજેપીએ આરોપ મૂક્યો હતો કે, સોમવારની રાતે પ્રદર્શન સ્થળે બેરિકેડિંગ કરી નાખવામાં આવ્યું હતું. જેમાં પ્રદર્શન સ્થળને નાનું કરીને બે હિસ્સામાં વહેંચી નાખવાની કોશિશ કરવામાં આવી હતી. દેખાવકારોએ નારાબાજી અને ગીત ગાઈને પોલીસનાં આ બેરિકેડિંગનો વિરોધ કરવામાં આવ્યો હતો.  સીજેપીનાં સ્થાપક અભિજીત દીપકેએ આરોપ લગાવ્યો હતો કે, ધરણા સ્થળે આવતા દેખાવકારો પાસેથી આધાર અને પાનકાર્ડ માગવામાં આવી રહ્યાં છે. આ લોકતંત્રનાં અધિકારનો મામલો હોવા છતાં પ્રદર્શનકારીઓને નાહકનાં હેરાન કરવામાં આવી રહ્યાં છે. દેખાવકારોની અંગત જાણકારીઓ શા માટે એકઠી કરવામાં આવી રહી છે દરમિયાન ભારતીય કિસાન યુનિયન દ્વારા પણ આ આંદોલનને સમર્થન જાહેર કરવામાં આવ્યું હતું. જેનાથી ઉત્સાહિત અભિજીતે એલાન કર્યુ હતું કે, જ્યાં સુધી સીજેપીની માગણીઓ ઉપર સરકાર કોઈ નક્કર પગલા નહીં લે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવામાં આવશે.

ઇ-પેપરના નવા શુલ્ક