• રવિવાર, 05 જુલાઈ, 2026

ગોંડલની ઉમવાડા ચોકડી નજીક રૂ.59.32 લાખની કિંમતનો વિદેશી દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયું

ગોંડલ, તા.4 : ગોંડલના નેશનલ હાઇ વે પર ઉમવાડા ચોકડી નજીક ગત રાત્રીનાં બી ડિવિઝન પોલીસે કચ્છ પાસિંગના પસાર થઈ રહેલા કન્ટેનરને અટકાવી તલાસી લેતા તેમાંથી રૂ.59,32,320ની કિંમતના વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવતા કન્ટેનર સહિત રૂ.89,32,320નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી. કન્ટેનર થોભાવી તેનો ચાલક અંધારામાં નાસી છૂટયો હોઇ પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે.

પ્રાપ્ત વિગત મુજબ ગત રાત્રીના આઠનાં સુમારે બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ ડાંગર, કોન્સ્ટેબલ શક્તિસિંહ જાડેજા, મદનસિંહ ચૌહાણ સહિતનો પોલીસ સ્ટાફ નેશનલ હાઇ વે પર ઉમવાડા ચોકડી નજીક વાહન ચેકિંગની કામગીરી કરી રહ્યો રહ્યો હતો. એ સમયે જેતપુર તરફથી આવી રહેલા જીજે12ઝેડ1211 નંબરના કન્ટેનરને અટકવતા કન્ટેનર થોભાવી તેનો ડ્રાઇવર પલભરમાં અંધારાનો લાભ લઈ નાસી છૂટતા પોલીસને શંકાસ્પદ જણાતા કન્ટેનરની તલાસી હાથ ધરતા તે વિદેશી દારૂની પેટીઓથી ભરેલું નજરે પડતા પોલીસ ચોંકી ઊઠી હતી.

દરમિયાન કન્ટેનર બી ડિવિઝન પોલીસ મથકે લઈ જઈ વિદેશી દારૂનાં જથ્થાની ગણતરી કરતા વિદેશી દારૂની 25416 બોટલ સાથે 940 પેટી મળી આવી હતી. પોલીસે રૂ.59,32,320ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો તથા રૂ.3 લાખની કિંમતના કન્ટેનર સાથે રૂ.89,32,32ઝનો મુદ્દામાલ જપ્ત કરી નાસી છૂટેલા ચાલકને શોધવા ચક્રોગતિમાન કર્યા છે.

પોલીસે કન્ટેનરની કેબનિની તલાસી લેતા તેનાં ખાનામાંથી રામકિશન મંગલારામ બંસી- કપાડા, બીલાશ, જોધપુરનું ડ્રાઇવિંગ લાયસન્સ મળી આવ્યું હતું. બગોદરા સહિત અલગ- અલગ ટોલનાકાની પાવતીઓ મળી આવી હતી. ઉપરાંત પટેલ ટ્રેડર્સ જનતા કોલોની જયપુરની જીએસટીની બીલટી મળી આવી હોય વિદેશી દારૂનો જથ્થો રાજસ્થાન તરફથી આવ્યાનું પોલીસે અનુમાન કર્યું છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક