• રવિવાર, 05 જુલાઈ, 2026

ખોમેનીની અંતિમવિધિમાં 3000 મોતની ભીતિ

જર્મનીના મીડિયાનો દાવો : ઈરાન  સરકાર મોટી સંખ્યામાં કબર તૈયાર કરે છે

નવી દિલ્હી, તા. 4 : ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખોમેનીનાં મૃત્યુ પછી આજથી તેહરાનમાં તેમની અંતિમવિધિ શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન, એક ખૂબ ચોંકાવનારા અને સનસનાટીભર્યા સમાચાર પ્રકાશમાં આવ્યા છે. જર્મનીના પ્રખ્યાત મીડિયા હાઉસ વેલ્ટે તેહરાનથી મોકલવામાં આવેલા એક ગુપ્તચર અહેવાલને ટાંકીને દાવો કર્યો છે કે, ઈરાની સરકારને ખોમેનીના અંતિમ સંસ્કારમાં 1,500થી 3,000 લોકોનાં મૃત્યુની ભીતિ છે અને આ માટે વિસ્તૃત બેકસ્ટેજ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે.

તેહરાનના એક પત્રકારે ઈરાનના નેશનલ ક્રાઈસિસ મેનેજમેન્ટ અને ઈરાની રેડ ક્રેસન્ટ (રેડક્રોસ જેવી સંસ્થા) તરફથી એક ગુપ્ત પત્ર મેળવ્યો હોવાનો દાવો કર્યો છે. આ ગુપ્ત પત્ર ઈરાનના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ મોહમ્મદ રેઝા આરેફને મોકલવામાં આવ્યો હતો, જેમાં જણાવાયું છે કે, અંતિમ સંસ્કાર દરમિયાન ભાગદોડ અથવા અન્ય અકસ્માતોમાં 1,500થી 3,000 લોકો માર્યા જઈ શકે છે. આ ભય વચ્ચે, તેહરાનના સૌથી મોટા કબ્રસ્તાન, બેહિશ્ત-એ-ઝહરામાં હજારો નવી કબરો ઝડપથી ખોદવામાં આવી છે, તેહરાન મ્યુનિસિપલ કર્મચારીએ નામ ન આપવાની શરતે પુષ્ટિ આપી હોવાનો તેમાં દાવો  કરાયો છે.

એક મ્યુનિસિપલ કર્મચારીએ કહ્યું હતું કે, ‘તૈયાર કરેલી કબરો ખરેખર અસ્તિત્વમાં છે. અધિકારીઓને સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે, ભીડ અને ગરમીને કારણે 3,000 લોકો મૃત્યુ પામે તો પણ પરિસ્થિતિ નિયંત્રણ બહાર ન જવી જોઈએ. આ ભીષણ ગરમીમાં આટલી મોટી ભીડ વચ્ચે શું થશે તે કોઈને ખબર નથી.’

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

જામનગરમાં નજીવી બાબતે છરીના ઘા ઝીંકી યુવકની હત્યા July 05, Sun, 2026