• રવિવાર, 05 જુલાઈ, 2026

બદ્રી-કેદારમાં પણ દાનચોરીનો આરોપ

સોશિયલ મીડિયામાં આવી વિગતો વાયરલ થયા બાદ સમિતિ દ્વારા તપાસનો આદેશ

 

નવી દિલ્હી, તા. 4 : અયોધ્યાનાં રામમંદિર બાદ હવે ઉત્તરાખંડના પ્રસિદ્ધ બદ્રીનાથ ધામમાં પણ દાનની રકમમાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપો સામે આવ્યા છે. સોશિયલ મીડિયા પર આ અંગેની વિગતો વાયરલ થયા બાદ, બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિએ આ મામલાની ગંભીરતાથી નોંધ લઈને આંતરિક તપાસના આદેશ આપ્યા છે.

સમિતિના અધ્યક્ષ હેમંત દ્વિવેદીએ એક વીડિયો મેસેજ દ્વારા જણાવ્યું છે કે, સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા અહેવાલોને સમિતિએ અત્યંત ગંભીરતાથી લીધા છે. કરોડો ભક્તોની આસ્થાને ધ્યાનમાં રાખીને આ મામલે 24 કલાકની અંદર જ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) દ્વારા દાન ગણતરીની પ્રક્રિયામાં સામેલ તમામ કર્મચારીઓ અને અધિકારીઓને શો-કોઝ (કારણદર્શક) નોટિસ ફટકારીને ખુલાસો માગવામાં આવ્યો છે. 

આ સમગ્ર મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે હિન્દુ સંગઠન ‘ભૈરવ સેના’ના સ્થાપક અધ્યક્ષ સંદીપ ખત્રીએ 3 જુલાઈના ઇઊંઝઈના સીઈઓ સોહનાસિંહ રંગડને એક ફરિયાદપત્ર મોકલ્યો. આ પત્રમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે, 2 જુલાઈના સવારે આશરે 8:30 વાગ્યે બદ્રીનાથ ધામમાં દાનની ગણતરી દરમિયાન ચોરીની ઘટના બની હતી, જે ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ છે. ફરિયાદમાં એવો પણ દાવો કરાયો છે કે, ઇઊંઝઈ અધ્યક્ષના કથિત અંગત સચિવે દાનની રકમમાંથી આ ચોરી કરી છે. આ મામલે એફઆઈઆર (FIR) નોંધવાની માંગ કરવામાં આવી છે.

મંદિર સમિતિના રેકોર્ડ અનુસાર, પ્રમોદ નૌટિયાલ વર્ષ 2014થી પર્સનલ આસિસ્ટન્ટ (PA) તરીકે ફરજ બજાવી રહ્યા છે. એપ્રિલ 2026માં તત્કાલીન સીઈઓ દ્વારા બહાર પાડવામાં આવેલી યાદી (રોસ્ટર) મુજબ, તેમનું નામ થાળી એટલે કે મંદિરમાં આવતા દાનની ગણતરી કરતી સમિતિના સભ્યોમાં સામેલ કરવામાં આવ્યું હતું.

સમિતિના અધ્યક્ષ હેમંત દ્વિવેદીએ સોશિયલ મીડિયા પર ચાલી રહેલી એ વાતોને સખત શબ્દોમાં નકારી કાઢી છે, જેમાં આરોપી કર્મચારી તેમનો અંગત સચિવ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું કે, ‘મારો કોઈ પર્સનલ સેક્રેટરી નથી. જે વ્યક્તિનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે તે બદ્રી-કેદાર મંદિર સમિતિનો જ એક નિયમિત કર્મચારી છે.’

મંદિર સમિતિના સૂત્રોના જણાવ્યા અનુસાર, બદ્રીનાથ ધામમાં દાનની ગણતરી એક નિર્ધારિત અને પારદર્શક પ્રક્રિયા હેઠળ થાય છે, જ્યારે દાનની બેગ ખોલવામાં આવે છે, ત્યારે તેની જાહેરાત કરવામાં આવે છે. આ પ્રક્રિયા દરમિયાન બેંકના કર્મચારીઓ, મંદિર સમિતિના અધિકારીઓ, પ્રોટોકોલ ઓફિસર્સ અને અન્ય અધિકૃત સભ્યો હાજર રહે છે.

 

રામમંદિરમાંથી 800 ગ્રામ સોનાવાળી માનસ પણ ગાયબ

 

પૂર્વ ગૃહસચિવનાં દાવાથી ખળભળાટ

નવી દિલ્હી, તા.4: અયોધ્યામાં રામમંદિરમાંથી ચઢાવાની ચોરી મુદ્દે મોટો વિવાદ છેડાયેલો છે. આ પ્રકરણની તપાસ પોલીસ અને સીટ દ્વારા ચાલી રહી છે. અત્યાર સુધીમાં 8 આરોપીઓ પકડાઈ ગયેલા છે અને આમાં રોજ નવા ખુલાસાઓ પણ થઈ રહ્યાં છે. હવે મધ્યપ્રદેશ કેડરનાં 1970 બેચનાં આઈએએસ અધિકારી અને ભારત સરકારનાં પૂર્વ ગૃહ સચિવ રહેલા એસ.લક્ષ્મીનારાયણનાં એક દાવાથી ખળભળાટ મચી ગયો છે. તેમનું કહેવું છે કે, તેમણે એક પરિવારનાં અભિપ્રાયથી સવા કિલોની શ્રીરામચરિત માનસ મંદિરને ભેટ ચડાવી હતી અને તેમાં આશરે 800 ગ્રામ જેટલું સોનું પણ હતું. જો કે બાદમાં ખ્યાલ આવ્યો હતો કે, તે પણ ગાયબ થઈ ગઈ છે. પૂર્વ ગૃહસચિવનું કહેવું છે કે, આ વિશે અનેકવાર ચંપત રાયને ફરિયાદ કરવામાં આવી હતી પણ તેમનાં તરફથી કોઈ સંતોષકારક ખુલાસો આપવામાં આવ્યો ન હતો.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

જામનગરમાં નજીવી બાબતે છરીના ઘા ઝીંકી યુવકની હત્યા July 05, Sun, 2026