17 પાકિસ્તાનના, છ કાશ્મીરના, આતંકવાદી ભરતી, હુમલાના કારસા, ટેરર ફંડિંગમાં જોડાયેલા છે
નવી
દિલ્હી, તા. 4 : કેન્દ્ર સરકારે શનિવારે 23 નવા આતંકવાદી ઘોષિત કર્યા હતા, જેમાંથી
17 પાકિસ્તાનના રહેવાસી છે, તો છ જમ્મુ - કાશ્મીરના છે. યાદીમાં કુલ 80 નામ છે.
આ તમામ
આતંકવાદી જૈશ-એ-મોહમ્મદ, લશ્કર - એ - તોયબા, ધ રેજિસ્ટંસ ફ્રન્ટ તેમજ જમાત - ઉદ - દાવા
જેવાં પ્રતિબંધિત આતંકવાદી સંગઠનો સાથે જોડાયેલા છે.
સરકારે
જણાવ્યું હતું કે, આ લોકો આતંકવાદીઓની ભરતી, ભારતમાં ઘૂસણખોરી, આતંકી હુમલાના કારસા,
ટેરર ફંડિંગ, હથિયારો પહોંચાડવા જેવી ગતિવિધિઓ કરતા હતા.
નવાં
23 નામ જોડાતાં ભારત સરકારની ઘોષિત આતંકવાદીઓની યાદીની સંખ્યા વધીને 80 પર પહોંચી ગઈ
છે. સરકારે જે જૈશ આતંકવાદીનાં નામ યાદીમાં સામેલ કર્યાં છે, તેમાંના કેટલાક 2016ના
નાગરોય આર્મી કેમ્પ હુમલા અને 2022ના સુનજવાં હુમલામાં સામેલ હતા.
ગૃહ
મંત્રાલયના જણાવ્યાનુસાર, આજે નવા ઘોષિત કરાયેલા આતંકવાદીઓ યુવાનોને ફોસલાવીને આતંકના
માર્ગે લઈ જતા હતા. નવા ઘોષિત આતંકવાદીઓ વિરુદ્ધ
કાર્યવાહી કરવા માટે રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ)ને શક્તિ મળી ગઈ છે.
ઓસ્ટ્રેલિયા
યાત્રા પહેલાં મોદી ઉપર ઘાતક હુમલાની ધમકી
મેલબર્ન
મીટ્સ મોદી કાર્યક્રમ પ્રમોટ કરતી પોસ્ટ ઉપર લખ્યું, છત બંધ રાખવી બાકી મોતનો પ્રવાસ
બનશે : તપાસ શરૂ
સિડની,
તા. 4 : વડા પ્રધાન નરેન્દ્ર મોદી આઠથી 10 જુલાઈ સુધી ઓસ્ટ્રેલિયાની યાત્રાએ જવાના
છે. આ યાત્રા પહેલા મોદીને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. રિપોર્ટ અનુસાર પીએમ મોદી
સંબંધિત ધમકી બાદ ઓસ્ટ્રેલિયન સુરક્ષા અધિકારી સતર્ક બન્યા છે અને તપાસ શરૂ કરી છે.
પીએમ
મોદી ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન નવમી જુલાઈના રોજ ‘મેલબર્ન મીટ્સ મોદી’ કાર્યક્રમમાં
ભાગ લેવાના છે. આ કાર્યક્રમમાં હુમલાની ધમકી મળી છે. ઈવેન્ટને પ્રમોટ કરતી એક પોસ્ટ
નીચે અબુ મુસ્તફા નામના ફેસબુક એકાઉન્ટમાંથી લખવામાં આવ્યું હતું કે કાર્યક્રમ દરમિયાન
સ્ટેડિયમની છતને બંધ રાખવી જોઈએ બાકી મોદી પોતાની મોત માટે ઓસ્ટ્રેલિયા આવી રહ્યા છે.
આ ધમકી સામે આવતા જ ઓસ્ટ્રેલિયન અધિકારીઓએ તપાસ શરૂ કરી દીધી હતી.