• મંગળવાર, 21 જુલાઈ, 2026

તાપી ઃ લાકડાચોરોનો પીછો કરતી વખતે છઘિ સહિત બેનાં મૃત્યુ

પૂરઝડપે દોડતી શંકાસ્પદ ગાડી અને વન વિભાગની ગાડીની કન્ટેનર સાથે ધડાકાભેર ટક્કર

સુરત, તા. 20 તાપી જિલ્લાના સોનગઢમાં હ્દય કંપાવીનારા અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં વન વિભાગના આરએફઓ (રેન્જ ફોરેસ્ટ ઓફિસર) અને અન્ય એક યુવકે લાકડાં ચોરી કરી ભાગી રહેલા માફિયાઓનો પીછો કરતી વખતે અકસ્માતમાં જીવ ગુમાવ્યો છે.

મળતી માહિતી મુજબ, તાપી રેન્જના જંગલ વિસ્તારમાંથી કિંમતી લાકડાની ચોરી અને હેરાફેરી થઈ રહી હોવાની ચોક્કસ માહિતી વન વિભાગને મળી હતી. ફરજ પર તૈનાત આરએફઓ વિકાસ દેસાઈ સહિત વન વિભાગની ટીમે વહેલી સવારે ઉકાઈ તરફથી પસાર થઈ રહેલી એક શંકાસ્પદ ગાડીને રોકવા માટે પ્રયાસ કર્યો હતો પરંતુ વન વિભાગની ટીમને જોઈ શંકાસ્પદ ગાડીના ચાલકે વાહન ઊભું રાખવાને બદલે પૂરઝડપે હંકારી મૂકતા આરએફઓ વિકાસ દેસાઈ અને તેની ટીમે લાકડા ચોરોની ગાડીનો પીછો કરતા બંને વાહનો પૂરઝડપે સોનગઢ આરટીઓ ચેકપોસ્ટ નજીક પહોંચ્યા હતા ત્યારે અચાનક પીછો કરી રહેલી ગાડી અને લાકડાં ભરેલી શંકાસ્પદ ગાડી ત્યાં ઊભેલા એક કન્ટેનર સાથે ધડાકાભેર અથડાઈ હતી. ગંભીર ત્રિપલ અકસ્માતમાં ગાડીઓમાં સવાર આરએફઓ વિકાસ દેસાઈ અને રેહાન ગામીતને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે મૃત્યુ થયું હતું.

ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ અને ઉચ્ચ વહીવટી અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં સ્પષ્ટ થયું છે કે, અકસ્માતગ્રસ્ત શંકાસ્પદ વાહનમાં ગેરકાયદે લાકડાની હેરાફેરી કરવામાં આવી રહી હતી. પોલીસે બન્ને મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે નજીકની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડÎ છે અને કાયદેસરની ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

---------------

છઘિ વિકાસ દેસાઈની અંતિમયાત્રા, મંત્રીઓની ઉપસ્થિતિ

રેન્જ ફોરેસ્ટ ઓફિસર વિકાસ દેસાઇના અમદાવાદ સ્થિત નિવાસસ્થાનેથી અંતિમયાત્રા નીકળી હતી. વિકાસ દેસાઇના નિવાસસ્થાને પહોંચી ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. મંત્રીએ શોકગ્રસ્ત પરિવારને મળીને સાંત્વના પાઠવી હતી અને કઠિન સમયમાં સરકાર પરિવારની સાથે હોવાની ખાતરી આપી હતી. તેમની સાથે રાજ્ય મંત્રી પ્રવીણભાઈ માળીએ પણ ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, વિકાસ દેસાઇ જેવા નિષ્ઠાવાન અધિકારીએ પોતાની ફરજ બજાવતા જીવ ગુમાવ્યો છે તે ખૂબ દુઃખદ છે. તેમનું બલિદાન હંમેશા યાદ રહેશે. રાજ્ય સરકાર તેમના પરિવારના પડખે ઉભી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક