• મંગળવાર, 21 જુલાઈ, 2026

તળાજાના વેજોદરી ગામે પુત્રને બચાવી પિતાએ મોત વહાલું કર્યું

ખદરપર ગામની મહિલાનું વીજ કરંટથી મૃત્યુ

તળાજા, તા.20 તળાજાના વેજોદરી ગામે ભેંસ ચરાવવા ગયેલા પિતા પુત્રને બચાવીને પોતે મોતના મુખમાં ધકેલાઈ ગયા હતા. જ્યારે ખદરપર ગામની પરણીતાનુ વીજ કરંટ લાગવાથી મૃત્યુ થયું હતું

વેજોદરી ગામે પશુપાલનનો વ્યવસાય કરતા ભવાનભાઈ ઉર્ફે ફુલાભાઈ બાલાભાઈ ઢાપા (ઉં.52) દીકરા તુલસી (ઉં.15) સાથે ભેંસો ચરાવવા ગયા હતા. ભેંસ ગામના તળાવમા ચાલી જતા તુલસી ભેંસને બહાર કાઢવા જતા પાણી અને કાદવમા ફસાતા પિતા ભવાનભાઈ બહાર કાઢવા જતા પોતે પણ ફસાઈ ગયા હતા. દીકરાનો જીવ બચાવવા તેઓએ પાણીમાંથી બહાર નીકળતી ભેંસનું પૂછડું પકડવી દેતા પુત્ર બહાર નીકળી શક્યો હતો. જ્યારે ભવાનભાઈ પોતે ગરકાવ થઈ જતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે બીજા બનાવમાં અલંગના ખદરપર ગામના ધરમબા રાજદીપાસિંહ ગોહિલ પાણીની મોટર શરૂ કરવા જતાં વીજ શોક લાગતા તેમનું મૃત્યુ થયું હતું.  

ઇ-પેપરના નવા શુલ્ક