સિવિલમાં સારવાર હેઠળ વધુ એકનું મૃત્યુ થતા મૃત્યુઆંક વધીને 10 થયો
(અમારા પ્રતિનિધિ
તરફથી)
અમદાવાદ, તા.20ઃ
અમદાવાદના વસ્ત્રાલમાં
આવેલી ન્યૂ
ગુજરાત ફાયર
વર્ક્સ ફટાકડાની
ફેક્ટરીમાં થયેલા
ગંભીર બ્લાસ્ટ
કેસમાં મહત્વપૂર્ણ
કાનૂની કાર્યવાહી
હાથ ધરવામાં
આવી છે.
આ કેસમાં
ધરપકડ કરાયેલા
બે પુરૂષ
આરોપીઓને કોર્ટમાં
રજૂ કરવામાં
આવ્યા હતા.
તપાસને આગળ
ધપાવવા માટે
પોલીસે બંને
આરોપીઓના 14 દિવસના
રિમાન્ડની માંગણી
કરી હતી,
પરંતુ કોર્ટે
બન્ને પક્ષોની
દલીલો સાંભળ્યા
બાદ બે
આરોપીઓના 27 જુલાઈ
સુધીના એટલે
કે 7 દિવસના
પોલીસ રિમાન્ડ
મંજૂર કર્યા
છે. મુખ્ય
આરોપી એવી
મહિલાની તબિયત
લથડતા તેને
સારવાર માટે
હોસ્પિટલ ખસેડવામાં
આવી છે.
દરમિયાન બ્લાસ્ટમાં
ગંભીર રીતે
દાઝેલા એક
યુવકનું મૃત્યુ
થતા કુલ
મૃત્યાંક 10 સુધી
પહોંચી ગયો
છે.
અમદાવાદના મહેમુદપુરા
ખાતે ફટાકડાના
કારખાનામાં થયેલા
ભીષણ વિસ્ફોટમાં
મૃત્યુઆંક વધીને
10 પર પહોંચ્યો
છે. 95 ટકા
જેટલા ગંભીર
રીતે દાઝી
ગયેલા અજય
ડામોરનું સિવિલ
હોસ્પિટલમાં સારવાર
દરમિયાન કરૂણ
મૃત્યુ નીપજ્યું
હતું. હાલમાં
4 લોકો હોસ્પિટલમાં
સારવાર હેઠળ
છે, જે
પૈકી એક
મહિલાની સ્થિતિ
અત્યંત ગંભીર
હોવાનું જાણવા
મળ્યું છે.
મહિલા શરીરે
75 ટકાથી વધુ
દાઝી હોવાનું
સિવિલના સૂત્રોએ
જણાવ્યું હતું. આ કેસમાં
અટકાયત કરાયેલા
ત્રણ પૈકી
બે આરોપીઓને
ઘી કાંટા
મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટ
સમક્ષ રજૂ
કરવામાં આવ્યા
હતા. આ
ઘટના માટે
નિમાયેલી એસઆઈટી
દ્વારા આરોપી
મેહુલ ડોડિયા
અને તેના
ભાગીદાર સાદિક
સૈયદના 14 દિવસના
રિમાન્ડની માંગ
કરી હતી,
જેની સામે
અદાલતે બન્ને
આરોપીઓના 27 જુલાઈ
સુધીના એક
અઠવાડિયાના
રિમાન્ડ મંજૂર
કર્યા છે.
મુખ્ય આરોપીઓ
પૈકી રમીલાબેન
ડોડિયા નામના
મહિલા પણ
ઇજાગ્રસ્ત હોવાથી
હાલ હોસ્પિટલમાં
સારવાર હેઠળ
છે. કોર્ટના
આ આદેશ
બાદ હવે
તપાસ એજન્સીઓને
આરોપીઓની સઘન
પૂછપરછ કરવાની
તક મળશે.