• મંગળવાર, 21 જુલાઈ, 2026

ગોંડલ પંથકમાં ચોરી કરતા ‘બંટી-બબલી’ ઝડપાયા ઃ 9.23 લાખનો મુદ્દામાલ જપ્ત

ગોંડલ,તા.20ઃગોંડલ પંથકમાં દિવસના સમયે બંધ મકાનોને નિશાન બનાવી ઘરફોડ ચોરી આચરતી રીઢા ગુનેગાર દંપતીની રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. શાતીર જોડી રિક્ષા લઈને નીકળતી અને ભિક્ષાવૃત્તિ કે અન્ય બહાને રેકી કર્યા બાદ બંધ મકાનોના તાળાં તોડી ચોરીને અંજામ આપતી હતી. તાજેતરમાં નવાગામ લીલાખા રોડ પરથી સાડા સાત લાખના સોના-ચાંદીના દાગીનાની ચોરી સહિત આશાપુરા ચોકડી અને જામવાડી પાસે થયેલી અન્ય બે ચોરીઓના ભેદ પણ ઉકેલાયા છે. પોલીસે બાતમીના આધારે ભરૂડી ટોલનાકા પાસેથી દંપતીને ઝડપી પાડી તેમની પાસેથી સોના-ચાંદીના દાગીના, રોકડ, મોબાઈલ અને ઓટો રિક્ષા મળી કુલ રૂ. 9,23,340 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

પોલીસે રાજકોટના રવિ રમેશભાઇ આધરોજીયા (.. 20) અને તેની પત્ની રમા ઉર્ફે પૂજા રવિભાઇ આધરોજીયા (.. 25)ની ધરપકડ કરી છે. પકડાયેલ પતિ રવિ સામે અગાઉ રાજકોટના પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં લૂંટનો ગુનો નોંધાયેલો છે, જ્યારે પત્ની રમા સામે જામનગર, રાજકોટ અને ભાવનગરના વિવિધ પોલીસ મથકોમાં ઘરફોડ ચોરી સહિતના 12 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. હાલ પોલીસે બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક