• બુધવાર, 29 જુલાઈ, 2026

કીર્તિ પટેલના ઈન્સ્ટાગ્રામના બે એકાઉન્ટ ભારતમાં પ્રતિબંધ

સુરત, તા. 27 : સોશિયલ મીડિયા પર સતત વિવાદોમાં રહેતી સુરતની કીર્તિ પટેલ સામે સત્તાવાળાઓએ કડક કાર્યવાહી કરતાં તેના ઈન્સ્ટાગ્રામના મુખ્ય આઈડી સિવાયના અન્ય એકાઉન્ટ્સ પર ભારતમાં પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. કીર્તિ પટેલના મુખ્ય ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટને આશરે 1.3 મિલિયન ફોલોઅર્સ છે.

કીર્તિ પટેલ વિરુદ્ધ અત્યાર સુધીમાં 10થી વધુ ગુનાઓ નોંધાયા હોવાનું જાણવા મળે છે. સોશિયલ મીડિયા મારફતે લોકોને ધમકી આપવી, અપમાનજનક પોસ્ટ કરવી અને વ્યક્તિગત છબીને નુકસાન પહોંચાડવાના આરોપો હેઠળ વિવિધ પોલીસ મથકોમાં ફરિયાદો નોંધાઈ છે. તાજેતરમાં સુરતના પુણા પોલીસ મથકે મહિલા સરપંચ અને તેમના પતિને સોશિયલ મીડિયા પર બદનામ કરવાના આરોપસર ગુનો નોંધાયો હતો. આ કેસ બાદ કીર્તિ પટેલે પોલીસ મથક બહાર હંગામો કર્યો હતો, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. પોલીસ અને વહીવટી તંત્રના જણાવ્યા મુજબ, વિવિધ ફરિયાદોના આધારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મેટાને સત્તાવાર રિપોર્ટ મોકલવામાં આવ્યો હતો. ત્યારબાદ મેટાએ ભારત માટે કીર્તિ પટેલના બે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યાની માહિતી સામે આવી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક