કોમનવેલ્થ
ગેમ્સના ઇતિહાસમાં હાઇ જમ્પમાં રજત ચંદ્રક જીતનાર સર્વેશ કુમાર ભારતનો પહેલો એથ્લેટ
પેરા
વેઇટ લિફટીંગમાં શર્મિલા ધનખડેએ તિરંગો લહેરાવ્યો
ગ્લાસગો
તા.28: ગ્લાસ્ગો કોમનવેલ્થ ગેમ્સનો ગઇકાલનો પાંચમો દિવસ ભારત માટે શાનદાર રહ્યો હતો.
ભારતીય પેરા વેઇટ લિફટર્સ શર્મિલા ધનખડેએ ગોલ્ડ મેડલ જીત્યો હતો. જયારે સર્વેશ કુમાર
હાઇ જમ્પમાં કોમનવેલ્થ ગેમ્સમાં રજત ચંદ્રક જીતનાર ભારતનો પહેલો એથ્લેટ બન્યો હતો.
ભારતના છઠ્ઠા દિવસે કુલ 10 ચંદ્રક થયા છે અને મેડલ ટેલીમાં 8મા ક્રમે છે. નિરૂપમા દેવી
વેઇટ લિફટીંગની 6પ કિલો સ્પર્ધાના ફાઇનલમાં પહોંચી ચંદ્રક ચૂકી ગઇ હતી.
ભારતીય
પેરા એથ્લેટ શર્મિલા ધનખડે મહિલા શોટ પૂટ (ગોળા ફેંક)ની એફપ7 વર્ગની સ્પર્ધામાં ગોલ્ડ
મેડલ જીત્યો હતો. ફાઇનલ મુકાબલામાં તેણીએ ત્રીજા પ્રયાસમાં 9.81 મીટરનો થ્રો કર્યોં
હતો. જે બીજી તમામ હરીફના થ્રોથી સર્વાધિક રહ્યો હતો અને પહેલા સ્થાન પર રહી સુવર્ણ
ચંદ્રકની હકદાર બની હતી. આ સ્પર્ધામાં ઘાનાના પેરા એથ્લેટ જિનાબુ ઇસાહ 8.પ6 મીટરના
થ્રો સાથે સિલ્વર મેડલ હાંસલ કરવામાં સફળ રહી હતી. ભારતની શિલ્પા (7.26)એ બ્રોન્ઝ મેડલ
કબજે કર્યોં હતો. શર્મિલા બે વર્ષની ઉંમરે પોલીયોની શિકાર બની હતી. ઘરેલુ હિંસાનો ત્રાસ
પણ સહન કરી ચૂકી છે. બાદમાં પરિવારના સહયોગથી દિવ્યાંગ એથ્લેટ બની હતી અને હવે ગ્લાસગો
કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય તિરંગો લહેરાવ્યો છે.
જયારે
સર્વેશ કુમારે કોમનવેલ્થ ગેમ્સમાં ઈતિહાસ રચ્યો હતો. 31 વર્ષીય સર્વેશ કુમાર હાઇ જમ્પમાં
2.2પ મીટર ઉંચા કુદકા સાથે બીજા નંબર પર રહ્યો હતો અને સિલ્વર મેડલ જીત્યો હતો. કોમનવેલ્થ
ગેમ્સના ઈતિહાસમાં હાઇ જમ્પમાં સિલ્વર મેડલ જીતનારો તે ભારતનો પહેલો એથ્લેટ બન્યો છે.
ઇંગ્લેન્ડનો જેક કિમાની (2.20) કાંસ્ય ચંદ્રકનો હકદાર બન્યો હતો.
વેઇટ
લિફિટીંગમાં ગઇકાલે ભારતની ઝોળીમાં વધુ ચંદ્રક આવ્યા હતા. પુરુષોની 79 કિલો સ્પર્ધામાં
વલ્લુરી અજય બાબુએ કુલ 330 કિલો વજન ઉઠાવી રજત ચંદ્રક જીત્યો હતો.