• બુધવાર, 29 જુલાઈ, 2026

રાયન ટેન ડેશકાટેએ ભારતીય ટીમનું સહાયક કોચ પદ છોડયું

નવી દિલ્હી, તા.28: ટીમ ઇન્ડિયાના સહાયક કોચપદેથી રાયન ટેન ડેશકાટે રાજીનામું આપ્યું છે. યુકે પ્રવાસમાં ટીમ ઇન્ડિયાના ખરાબ દેખાવ પછી રાયને સહાયક કોચ પદ છોડવાનો નિર્ણય લીધો છે. કોચપદ છોડવાના નિર્ણયની તેમણે ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન જ બીસીસીઆઇને જણાવી દીધી હતી. યુકે પ્રવાસ દરમિયાન ભારતીય ટીમનો આયરલેન્ડ અને ઇંગ્લેન્ડ વિરુદ્ધ 0-6થી ટી-20 ફોર્મેટમાં સફાયો થયો હતો. રાયન ટેન ડેશકાટે હવે ફરી આઇપીએલ ફ્રેંચાઇઝી કોલકતા નાઇટ રાઇડર્સના કોચિંગ સ્ટાફમાં જોડાઇ શકે છે. 2024ના ટી-20 વર્લ્ડ કપ બાદ તેઓ ભારતીય ટીમના કોચિંગ સ્ટાફમાં સામેલ થયા હતા.

 

ઇ-પેપરના નવા શુલ્ક