• બુધવાર, 19 ઑગસ્ટ, 2026

વેરાવળમાંથી રૂ. 3.28 લાખનો એસિડનો ગેરકાયદે જથ્થો ઝડપાયો

પરવાનગી વગરના જોખમી કેમિકલના સંગ્રહ સામે વહીવટી તંત્રની લાલ આંખ

વેરાવળ,તા.18:વેરાવળ બાયપાસ અને ભાલકા વિસ્તારમાં રહેણાંક હેતુની જગ્યાનો કોમર્શિયલ ઉપયોગ કરી, જોખમી એસિડનો ગેરકાયદે સંગ્રહ અને વેચાણ કરવામાં આવતું હોવાનો પર્દાફાશ થયો છે. સ્થાનિક સ્તરે પરવાનગી લીધા વગર કરવામાં આવતા આ સ્ટોરેજથી જાહેર આરોગ્ય અને સુરક્ષા સામે મોટું જોખમ ઊભું થયું હતું. વિવિધ સરકારી વિભાગોની સંયુક્ત તપાસમાં બાયપાસ સ્થિત ’વિજેતા એન્ટરપ્રાઈઝ’ અને ભાલકાની એક મીની કેમિકલ ફેક્ટરીમાંથી કુલ રૂ. 3.28 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ગીર સોમનાથ જઘઋ ઇન્ચાર્જ પીઆઈ આર.આર. રાયજાદા તથા પીએસઆઈ એસ.જે. સોલંકી અને તેમની ટીમે આ સફળ ઓપરેશન પાર પાડ્યું હતું. આ તપાસમાં મામલતદાર ગ્રામ્ય, મહેસૂલી તલાટી, જીપીસીબી (ઋઙઈઇ), જીએસટી અને વીજ વિભાગના અધિકારીઓ પણ જોડાયા હતા. પોલીસની આ આક્રમક કાર્યવાહીથી રહેણાંક વિસ્તારોમાં નિયમોનો ભંગ કરી જોખમી કેમિકલનો વેપાર કરતા સંચાલકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

ઇ-પેપરના નવા શુલ્ક