• બુધવાર, 19 ઑગસ્ટ, 2026

વૈશ્વિક વેપાર માટે ખુલ્યો નવો ગેટવે

વિઝિંજમ પોર્ટ પર સંપૂર્ણ નિકાસ-આયાત કામગીરીનો પ્રારંભ

તિરુવનંતપુરમ, તા. 18 ભારતના દરિયાઈ વેપાર ક્ષેત્રે એક મહત્ત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ ઘટના તરીકે વિઝિંજમ ઇન્ટરનેશનલ સીપોર્ટે સંપૂર્ણ નિકાસ - આયાત કામગીરીનો પ્રારંભ કર્યો છે. સાથે વિઝિંજમ માત્ર ટ્રાન્સશિપમેન્ટ હબ પૂરતું મર્યાદિત રહી, ભારતીય નિકાસકારો અને આયાતકારોને વૈશ્વિક બજારો સાથે સીધો જોડતો મહત્ત્વપૂર્ણ ગેટવે બની ગયો છે.

કેરળના મુખ્યમંત્રી વી. ડી. સતીશન, ઉદ્યોગમંત્રી પી. કે. કુંહાલિકુટ્ટી, ધારાસભ્ય એમ. વિન્સેન્ટ, ભારત સરકારના મેરિટાઇમ એડમિનિસ્ટ્રેશનના ડાયરેક્ટર જનરલ શ્યામ જગન્નાથન, મેરિટાઇમ ક્ષેત્રના ભાગીદારો અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં કામગીરીની શરૂઆત કરવામાં આવી. આયાત - નિકાસ કામગીરીથી હવે આંતરરાષ્ટ્રીય શાપિંગ સેવાઓ વચ્ચે ટ્રાન્સશિપમેન્ટ ઉપરાંત ભારતમાં આવતા અને ભારતમાંથી જતા કાર્ગોનું પણ સીધું સંચાલન શક્ય બનશે. પ્રસંગે કેરળના મુખ્યમંત્રી વી.ડી. સતીશને જણાવ્યું હતું કે, ‘અમારા માટે ગર્વની ક્ષણ છે અને વિઝિંજમ હવે વિશ્વ માટે એક ગેટવે છે.

અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડના સીઇઓ અને હોલ-ટાઇમ ડાયરેક્ટર અશ્વિની ગુપ્તાએ જણાવ્યું હતું કે, ‘િવઝિંજમ કેરળની પ્રતિભા, ભારતના સાહસ અને લાખો લોકોની આકાંક્ષાઓને વૈશ્વિક બજારો સાથે જોડતો નવો ગેટવે છે. તેમણે ઉમેર્યું કે, પોર્ટ માત્ર કાર્ગો હેન્ડાલિંગ માટે નથી, પરંતુ આત્મનિર્ભરતા, વૈશ્વિક સ્પર્ધાત્મકતા અને દરિયાઈ ક્ષેત્રે ભારતના નેતૃત્વને મજબૂત બનાવવાનો પ્રયાસ છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક