100 છક્કા ફટકારનારો ભારતનો પહેલો બેટર
ગોલ તા.18ઃ શ્રીલંકા વિરૂધ્ધના પ્રથમ ટેસ્ટના આજે ચોથા દિવસે ભારતીય વિકેટકીપર-બેટર ઋષભ પંતે 69 દડામાં
8 ચોક્કા-2 છક્કાની મદદથી 66 રનની
ઈનિંગ રમી હતી. આ દરમિયાન પંતે વિશેષ ઉપલબ્ધિ હાંસલ કરી છે. તે ભારત તરફથી ટેસ્ટ ક્રિકેટમાં 100 છક્કા
ફટકારનારો પહેલો ખેલાડી બન્યો છે. આ ઉપરાંત તેણે સૌથી ઝડપે 100 છક્કા
પૂરા કરવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.
પંતે 100 છક્કા
તેની 89મી ટેસ્ટ ઈનિંગમાં પૂરા કર્યાં છે અને ઓસ્ટ્રેલિયાના એડમ ગિલક્રિસ્ટથી આગળ થયો છે. તેણે 130 ઇનિંગમાં
આ મુકામ હાંસલ કર્યોં હતો. ટેસ્ટ ક્રિકેટમાં 100 છક્કા
પૂરા કરનારો ઋષભ પંત વિશ્વનો ફકત ચોથો બેટર છે. આ સૂચિમાં બેન સ્ટોકસ 138 છક્કા
સાથે ટોચ પર છે. તેના પછી બ્રેંડન મેક્કયૂલમ (107) અને એડમ ગિલક્રિસ્ટ (100)ના નામ છે.
બેન સ્ટોકસે 100 છક્કા 1પ1 ઇનિંગમાં અને બ્રેંડન મેક્કયૂલમે 170 ઇનિંગમાં પૂરા કર્યાં હતા. દડાના મામલે પણ પંત સૌથી આગળ છે. તેણે 4918 દડાનો સામનો કરી 100 છક્કા લગાવ્યા છે. ગિલક્રિસ્ટે આ માટે 6પ78 દડાનો સામનો કર્યોં હતો. સ્ટોકસે 9042 અને મેક્કયૂલમે 97પ6 દડાનો સમાનો કર્યોં હતો. ભારત તરફથી સૌથી વધુ છક્કાના મામલે પંત (100) પછી બીજા સ્થાને વિરેન્દ્ર સેહવાગ (90) અને રોહિત શર્મા (88)ના નામ છે.