દેશના મુખ્ય આર્થિક સલાહકાર નાગેશ્વરનની સલાહ, ઈ-10 થી આ વાહનોને નુકસાન
નવ દિલ્હી,
તા. 17 ઃ
ભારતના મુખ્ય
આર્થિક સલાહકાર
વી. અનંત
નાગેશ્વરને સોમવારે
એક ધ્યાન
ખેંચતાં નિવેદનમાં
દેશમાં મોટી
સંખ્યામાં ચાલી
રહેલાં જૂનાં
વાહનોને ધ્યાને
લેતાં ઈ-10
પેટ્રોલ ઉપલબ્ધ
કરાવવાનું સૂચન
કર્યું હતું.
નાગેશ્વરને સ્પષ્ટ
મત વ્યક્ત
કર્યો હતો
કે, ઈ-20
પેટ્રોલથી વાહનોને
નુકસાન થઈ
રહ્યું છે.
સાથોસાથ ઈંધણમાં
30 ટકા ઈથેલોનનાં
મિશ્રણથી ખાદ્ય
સંકટ સર્જાવાની
ભીતિ પણ
તેમણે દર્શાવી
હતી.
એક અંગ્રેજી
અખબારમાં લખેલા
લેખમાં દેશના
મુખ્ય આર્થિક
સલાહકારે ઈથેનોલ
નિમાર્તા કંપનીઓ
ઊંચા ભાવે
ચારો ખરીદવા
માંડશે તો
દૂધ સહિત
ચીજોના ભાવ
વધતાં ખાદ્ય
મોંઘવારી વધવાનું
જોખમ વ્યક્ત
કર્યું હતું.
વી. અનંત
નાગેશ્વરને કહ્યું
હતું કે,
દેશમાં અત્યારે
લગભગ આઠ
કરોડ જૂના
બાઈક-સ્કૂટર
ચાલી રહ્યા
છે, જે
જૂની કાર્બોરેટર
ટેકનિક પર
ચાલે છે.
આવાં વાહનો
માટે ઈ-20
પેટ્રોલ નુકસાન
કરી શકે
છે. ઈથેનોલમાં
ઓક્સિજન વધુ
હોય છે.
જૂનાં વાહનો
હવા અને
પેટ્રોલનાં આ
નવાં મિશ્રણને
તરત સ્વીકારી
નથી શકતાં.
આવી સ્થિતિમાં
એન્જિન જલ્દી
અને વધારે
ગરમ થવા
લાગે છે.