• મંગળવાર, 18 ઑગસ્ટ, 2026

પાળિયાદમાં વૃદ્ધાની હત્યા-લૂંટ કેસમાં આરોપીને આજીવન કેદ

બોટાદ,તા.17:બોટાદ તાલુકાના પાળિયાદ ગામે ઘરમાં એકલા સૂતેલી વૃદ્ધાની ગળું દબાવીને હત્યા કરવા અને સોનાના દાગીના લૂંટી લેવાના ચકચારી કેસમાં અદાલત દ્વારા એક મોટો અને કડક ચુકાદો આપવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, તા. 22 સપ્ટેમ્બર, 2019ની રાત્રે પાળીયાદ ગામે બનેલી આ ઘટનામાં વૃદ્ધા સવારે પોતાના ઘરે મૃત હાલતમાં મળી આવ્યા હતા અને ગાંધીનગર એફએસએલના અહેવાલમાં ગળું દબાવીને હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું. આ મામલે મૃતકના પુત્રની ફરિયાદના આધારે પાળીયાદ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી, જેમાં પોલીસે મહત્વના પુરાવાઓ એકત્ર કરીને કોર્ટમાં રજૂ કર્યા હતા અને સરકારી વકીલની અસરકારક દલીલોને ધ્યાનમાં રાખીને ન્યાયાલયે આરોપીને દોષિત જાહેર કરીને આજીવન કેદ તથા આર્થિક દંડ અને વળતર ચૂકવવાનો હુકમ કર્યો છે.

આ કેસની વધુ વિગતો અને ટ્રાયલ દરમિયાન સામે આવેલા નામો મુજબ, બોટાદ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટના જજ મનીષસહાય જે. પરાસરે સમગ્ર કેસની સુનાવણી હાથ ધરીને આરોપી સોમાભાઈ ઉર્ફે સોમો ગોમડી રાજાભાઈ ચાવડાને હત્યા અને લૂંટના ગુનામાં આજીવન કેદની સજા ફટકારી છે. 10-10 વર્ષની કેદ તથા મરણ જનારના પુત્રને યોગ્ય વળતર ચૂકવવાનો પણ હુકમ કર્યો છે. પોલીસ તપાસ દરમિયાન આ ગુનામાં સંડોવાયેલા સોમાભાઈ પાસેથી મૃતકના સોનાના દાગીના મળી આવતા ડિસ્કવરી પંચનામું મહત્વપૂર્ણ પુરાવો સાબિત થયું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક