- મુખ્યમંત્રી અને ડેલિગેશનના યુ.એસ. પ્રવાસનો બીજો દિવસ
- સેમીકંડક્ટર, એઆઈ, એજ્યુકેશન ટેક, હેલ્થ ટેક સહિત વિવિધ સેક્ટરના 100થી વધુ ઈન્ડસ્ટ્રી લીડર્સ સાથે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ અને વન ટુ વન બેઠકો યોજાઈ
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ, તા.18 ઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત ડેલિગેશને યુ.એસ. પ્રવાસના બીજા દિવસે સેમીકંડક્ટર, અઈં, એજ્યુકેશન ટેક, હેલ્થ ટેક, ગેમીંગ અને ડિપટેક સેક્ટર્સ, ટેક્નોલોજી અને સેમીકંડક્ટર સેક્ટરના 100થી વધુ ઈન્ડસ્ટ્રી લિડર્સ સાથે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ અને વન ટુ વન બેઠકો યોજી હતી. આ ઉપરાંત એજ્યુ ટેક, હેલ્થ ટેક અને ગેમીંગ સેક્ટર્સના અગ્રણી સાથે પણ રાઉન્ડ ટેબલ બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતું.
આ તબક્કે મુખ્યમંત્રીએ ગુજરાતને માત્ર ઈન્વેસ્ટમેન્ટ ડેસ્ટીનેશન તરીકે નહી પરંતુ ફ્યુચર ટેક્નોલોજી, ઈનોવેશન ઈકોસિસ્ટમ અને સપ્લાય ચેઈન નિર્માણ માટે લોંગટર્મ સ્ટ્રેટેજિક પાર્ટનર તરીકે અપનાવવા ગ્લોબલ કંપનીઝને આહવાન કર્યુ હતું અને આગામી જાન્યુઆરી -2027માં યોજાનારી વાયબ્રન્ટ સમિટમાં સહભાગી થઈને ઇ2ઇ, ઇ2ઋ બેઠકો દ્વારા સહયોગની તકો
શોધવા આમંત્રણ પણ પાઠવ્યું હતું.
તેમણે કહ્યુ હતું કે, સિલીકોનવેલીની ટેક્નોલોજી અને ગુજરાતની મજબૂત ઔદ્યોગિક ક્ષમતાઓ પરસ્પર પૂરક બની શકે છે. ગુજરાતમાં આવી કંપનીઝ માટે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, ઈનોવેશનથી લઈને મેન્યુફેક્ચરીંગ તેમજ ગ્લોબલ એક્સ્પાન્શન સુધીની એક સંપૂર્ણ ઈકોસિસ્ટમ ઉપલદ્ધ કરાવવાની રાજ્ય સરકારની નેમ છે. નેક્સ્ટ જનરેશન ટેક્નોલોજી હબની સફળતા ઈનોવેશન ઉપરાંત લેન્ડ, ઈલેક્ટ્રિસિટી, કનેક્ટિવિટી, કેપિટલ, ટેલેન્ટ અને પોલિસી સ્ટેબિલિટી જેવી બધી જ સુવિધાઓ એકસાથે ઉપલદ્ધ કરાવવાની ક્ષમતા પર આધારિત હશે ગુજરાત આ બધું જ પૂરું પાડીને ટેક્નોલોજી લેડ ઈન્વેસ્ટમેન્ટ માટે તત્પર છે.
મુખ્યમંત્રી અને ઈન્ડસ્ટ્રી લિડર્સે ગેમીંગ સેક્ટરની નવી ઉભરી રહેલી તકો અંગે ચર્ચા-પરામર્શ કર્યા હતા. ગુજરાતમાં યોજાનારા આગામી કોમનવેલ્થ ગેઈમ્સ સાથે જોડાયેલી તકોને ધ્યાને રાખીને રાજ્યમાં પ્રોત્સાહક નીતિઓ, નવિનતા અને ઉદ્યોગોની ભાગીદારી સંગીન બનાવીને એક સુદૃઢ ઈકોસિસ્ટમ તૈયાર કરવા અંગે ફળદાયી પરામર્શ આ બેઠકમાં થયો હતો.