• મંગળવાર, 18 ઑગસ્ટ, 2026

હોકી વર્લ્ડ કપ ઃ ઇંગ્લેન્ડ સામે ભારતનો 2-4 ગોલથી પરાજય

એમ્સટલ્વિન તા.17 હોકી વિશ્વ કપના આજના મેચમાં ભારતીય પુરુષ ટીમનો ઇંગ્લેન્ડ વિરૂધ્ધ 2-4 ગોલથી આંચકારૂપ પરાજય થયો હતો. પૂલ ડીમાં વેલ્સ સામે 3-1થી વિજયી શરૂઆત કરનાર ભારતીય હોકી ટીમ ઈંગ્લેન્ડ સામે જીત મેળવી શકી હતી. હારથી વિશ્વ કપમાં ઈંગ્લેન્ડ વિરૂધ્ધ 32 વર્ષથી ચાલ્યો આવતો વિજયનો દુકાળ ભારતીય ટીમ ખતમ કરી શકી હતી. મેચમાં એક સમયે ભારતે 2-1ની સરસાઇ બનાવી હતી, પણ ત્રીજા અને ચોથા કવાર્ટરમાં ઈંગ્લેન્ડે જોરદાર વાપસી કરી 3 ગોલ કરી મેચ 4-2થી જીતી લીધો હતો. ઇંગ્લેન્ડ તરફથી 13મી, 38મી, 42મી અને 4મી મિનિટે ગોલ થયા હતા. ભારત તરફથી કપ્તાન હરમનપ્રિત સિંઘે 16મી અને દિલપ્રિત સિંઘે 24મી મિનિટે ગોલ કર્યાં હતા. ઈંગ્લેન્ડ સામેની હારથી ભારતીય ટીમ પૂલ ડીમાં 3 અંક સાથે બીજા સ્થાને છે. ભારતની ટકકર હવે પાકિસ્તાન સામે બુધવારે થશે.

 

ઇ-પેપરના નવા શુલ્ક