વોરા કોટડા રોડ અને હોસ્પિટલ
વિસ્તારમાં પોલીસના દરોડા, 11 વાહન ડીટેઈન
ગોંડલ,તા.12:ગોંડલ શહેરમાં અસામાજિક
તત્વો સામે લાલ આંખ કરીને પોલીસ દ્વારા અચાનક સઘન કોમ્બિંગ ડ્રાઈવ યોજવામાં આવી હતી,
જેમાં ડી.આઈ.જી નિર્લિપ્ત રાય અને રાજકોટ ગ્રામ્ય એસપી વિજયાસિંહ ગુર્જરની સૂચના અન્વયે
રાત્રીના સમયે ડીવાયએસપી કે.જી. ઝાલાના નેતૃત્વમાં એલસીબી પીઆઈ રાવ, એસઓજી પીએસઆઈ પારઘી,
પીએસઆઈ ઝાલા, પીએસઆઈ ભિમાણી તથા ગોંડલ સિટી ’એ’ ડીવિઝન, ’બી’ ડીવિઝન અને તાલુકા પોલીસ
સ્ટેશનના કાફલાએ વોરા કોટડા રોડ આવાસ અને સરકારી હોસ્પિટલ સામેના ખાડા વિસ્તારમાં સઘન
તપાસ હાથ ધરી હતી. આ આક્રમક ઓપરેશન દરમિયાન નશાની હાલતમાં રખડતા શખસો સામે કાયદેસરની
કાર્યવાહી કરવા સાથે નંબર પ્લેટ વગરના અને શંકાસ્પદ 11 વાહનો ડીટેઈન કરવામાં આવ્યા
હતા અને વાહન ચાકિંગ દરમિયાન કાયદાભંગ કરતા ચાલકો સામે પણ કડક પગલાં લેવાયા હતા.
આ અંગે માહિતી આપતા ડીવાયએસપી
કે.જી. ઝાલાએ જણાવ્યું હતું કે ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી અચાનક યોજાયેલા આ સરપ્રાઈઝ
કોમ્બિંગ દરમિયાન વિવિધ ગુનાઓ અને નિયમભંગ બદલ કુલ 135 જેટલા કેસો દાખલ કરીને કડક કાર્યવાહી
કરવામાં આવી છે, જેને પગલે લુખ્ખા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.