• રવિવાર, 13 સપ્ટેમ્બર, 2026

ગુજરાતમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની પધરામણી ઃ 60 તાલુકામાં વરસાદ નોંધાયો

- આવતીકાલે રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, દીવમાં ભારે વરસાદની આગાહી

(અમારા પ્રતિનિધિ તરફથી ) અમદાવાદ, તા. 12  ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી હળવો વરસાદી માહોલ છે, ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં આગામી 15 સપ્ટેમ્બર સુધી 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. તેવામાં આજે સવારે 6 વાગ્યાથી બપોરે 4 વાગ્યા સુધીમાં 60 તાલુકામાં વરસાદ નોંધાયો છેજેમાં પંચમહાલ, ડાંગ, છોટા ઉદેપુર, નર્મદા, અમરેલી સહિતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસ્યો છે

 ગુજરાતમાં 12 થી 15 સપ્ટેમ્બર દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. લો-પ્રેશર, મોન્સૂન ટ્રફ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સહિત 4 વરસાદી સિસ્ટમ સક્રિય થતા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓમાં રેડ અને ઓરેન્જ એલર્ટ અપાયું છે. ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર સહિત 20 જિલ્લામાં મેઘતાંડવની શક્યતા છે.

 હવામાન ખાતાના અનુસાર આવતીકાલે  ડાંગ, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ તો આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત અને તાપીમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે 14 સપ્ટેમ્બરે નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગર હવેલીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તેમજ ભરૂચ, સુરત, તાપી અને ડાંગ; સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. જ્યારે (જુઓ પાનું 10)

અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર અને નર્મદા; સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં જેમ કે રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં ભારે વરસાદની આગાહી છે.

ઉપરાંત 15 સપ્ટેમ્બરે નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગર હવેલીમાં; સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં ઓરેન્જ એલર્ટ, જ્યારે ભરૂચ, સુરત, તાપી અને ડાંગ; સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓમાં એટલે કે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, બોટાદ અને કચ્છમાં ભારે વરસાદની આગાહી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક