ભારતની
ભૂમિ પર પશ્ચિમ એશિયામાં શાંતિનો માર્ગ મળવાનો સંકેત
નવી
દિલ્હી, તા. 12 : ઇરાનના રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાને બ્રિક્સ શિખર બેઠક દરમિયાન યુએઇના
ક્રાઉન પ્રિન્સ સાથે મુલાકાત કરી હતી. પશ્ચિમ એશિયામાં તાણ વચ્ચે બંને દેશોની આ મુલાકાત
મહત્ત્વપૂર્ણ મનાય છે.
ભારતમાં બ્રિક્સ
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંકટમાંથી બહાર નીકળવાનો માર્ગ બતાવે તેવું લાગે
છે. બ્રિક્સ સભ્ય દેશો સાઉદી અરેબિયા, ઈરાન અને સંયુક્ત આરબ અમીરાતએ નવી દિલ્હી ઘોષણાપત્ર
2026 સ્વીકાર્યું છે. યુદ્ધ શરૂ થયું, ત્યારથી આ ત્રણેય દેશો વચ્ચે તણાવ વધી ગયો છે.
ઈરાન અને તેના પ્રોક્સીઓ નિયમિતપણે સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાત પર હુમલો
કરે છે.
ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને તેહરાન પ્રતિનિધિમંડળનું
નેતૃત્વ કર્યું, જ્યારે સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ ખાલિદ બિન મોહમ્મદ બિન ઝાયેદ
અલ નાહ્યાન જોડાયા. બંને નેતાએ વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી.
એ નોંધવું
જોઈએ કે, અમેરિકા અને ઇઝરાયલી હુમલાઓ પછી, ઈરાન સતત ગલ્ફ દેશોને નિશાન બનાવી રહ્યું
છે. યુએઈએ વારંવાર ઈરાન સાથેના સંબંધો સુધારવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ ઈરાનનો આરોપ
છે કે, યુએઈ અમેરિકાને હુમલા માટે તેની જમીનનો ઉપયોગ કરવાની મંજૂરી આપે છે.