આ મંચનો
ઉપયોગ સરકારે દેશહિત માટે કરવો જોઈએ : કોંગ્રેસ
નવીદિલ્હી,
તા.12 : બ્રિક્સ સંમેલનથી ભારતને શું મળશે તેવો સવાલ ઉઠાવતા કોંગ્રેસના વરિષ્ઠ નેતા
પી.ચિદમ્બરમ ઉપર ભાજપે જવાબી હુમલો બોલાવી દેતા હવે કોંગ્રેસે સ્પષ્ટતા આપી છે. કોંગ્રેસે
બ્રિક્સ વિશે પોતાનું વલણ સ્પષ્ટ કરતાં આ પરિષદને મહત્ત્વપૂર્ણ ગણાવી હતી અને સરકારને
સલાહ પણ આપી હતી કે, આ મંચનો ઉપયોગ દેશહિત માટે થવો જોઈએ.
કોંગ્રેસ
દ્વારા એક પત્ર જારી કરીને કહેવામાં આવ્યું છે કે, ભારતે આમાં નૈતિક રીતે નેતૃત્વ કરવું
જોઈએ અને આખા સંગઠનને એક દિશા આપવી જોઈએ. ડૉ.મનમોહન સિંઘનાં વડાપ્રધાન પદના કાર્યકાળ
દરમિયાન એવું જ કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ દ્વારા બ્રિક્સનું સ્વાગત કરવામાં આવશે
છે. એક સક્ષમ, ન્યાયસંગત અને સંતુલિત વિશ્વ વ્યવસ્થા બનાવવા માટે બ્રિક્સ સહયોગીઓએ
સાથે મળીને કામ કરવું જોઈએ. આ ભાવના સાથે ભાજપની સરકારે એ કૂટનીતિક સ્થાન અને કદને
પૂર્વવત્ કરવાનો પ્રયાસ કરવો જોઈએ જે ઐતિહાસિક રીતે ભારતને પ્રાપ્ત હતું.