• રવિવાર, 13 સપ્ટેમ્બર, 2026

સુરતમાં ધો.5ની વિદ્યાર્થિનીનો ગળાફાંસો ખાઈ આપઘાત

સુરત, તા.12: સુરતના વરાછાની સહજાનંદ સોસાયટીમાં રહેતા વિજયભાઈ કુશવાહ અને તેમના પત્ની કામ પર ગયા હતા. ત્યારે તેમના ચાર બાળકો ઘરે એકલા હતા. સાંજના સમયે બાળકોને ટયુશન મોકલવાના હોવાથી માતા ઘરે પરત ફર્યા હતા. તેમણે આવીને જોયું તો ઘરનો દરવાજો અંદરથી બંધ હતો. લાંબા સમય સુધી દરવાજો ન ખુલતા આસપાસના પાડોશીઓની મદદથી દરવાજો તોડવામાં આવ્યો હતો. દરવાજો તોડીને અંદર પ્રવેશતા ધો.5માં ભણતી દીકરી રોલી કપડાં સૂકવવાની દોરી પર ચુંદડી બાંધેલી હાલતમાં લટકતી મળી આવી હતી. બાળકીને તુરંત જ નીચે ઉતારી સારવાર અર્થે ખસેડવાના પ્રયાસ કરાયા હતા, પરંતુ તેણીનું મૃત્યુ થઇ ગયું હતું. આ બનાવ અંગે મૃતકના પિતા વિજયભાઈએ જણાવ્યું હતું કે, દીકરીએ આટલું મોટું પગલું શા માટે ભર્યું? તે સમજાતું નથી. ઘટનાની જાણ થતાં જ સ્થાનીય પોલીસે સ્થળ પર પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની તપાસ હાથ ધરી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક