પોશડોડાની હેરાફેરી કરતી કાર રોકતાં પોલીસ પર ગોળીબાર, એક આરોપી ઘાયલ
અમદાવાદ, મોડાસા, તા.2: અરવલ્લીના
માલપુર તાલુકાના મોરડુંગરી નજીક પોશડોડાની હેરાફેરી કરતી શંકાસ્પદ ફોર્ચ્યુનર કારને
રોકવાનો પ્રયાસ કરતાં તસ્કરોએ એલ.સી.બી ટીમ પર બે રાઉન્ડ ફાયારિંગ કર્યા હતા. જવાબમાં
પોલીસે વળતું ફાયારિંગ કરતાં એક આરોપી રાજારામ બિશ્નોઈને પગમાં ગોળી વાગી હતી. પોલીસે
તેને ઝડપી લીધો હતો, જ્યારે તેનો સાથી અંધારાનો લાભ લઈ ફરાર થયો હતો. કારમાંથી બે માઉઝર
પિસ્તોલ અને પોશડોડાનો જથ્થો મળી આવ્યો હતો.
આ ઘટનામાં એલ.સી.બી પી.આઈ. એમ.એચ.
ઝાલા, પી.એસ.આઈ પી.પી. સોલંકી અને એ.એસ.આઈ કલ્પેશાસિંહને ઈજાઓ થઈ હતી. જિલ્લા પોલીસ વડા મનોહરાસિંહ જાડેજા
પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસે ઝડપાયેલા આરોપીની પૂછપરછ શરૂ કરી ફરાર સાગરીતને
ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.