• શનિવાર, 10 ઑક્ટોબર, 2026

સુરતમાં આધેડે 13 વર્ષીય બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનુ કૃત્ય આચર્યુ

સુરત, તા.9: સુરતના હજીરાની એક મોટી કંપનીમાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા આધેડે પુત્રની વયના 13 વર્ષના દીકરાને શિકાર બનાવી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતા ચકચાર મચી જવા પામી છે.

મળતી માહિતી મુજબ હજીરાની એક મોટી કંપનીમાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા અને ઈચ્છાપોર બસ સ્ટેન્ડ નં.3 નજીક આવેલી રેસિડેન્સીમાં રહેતા ક્રિષ્નાનંદ ઠાકોરજી મિશ્રા (ઉં.45) નામના આધેડની દાનત 13 વર્ષીય સગીર બાળક પર બગડી હતી. આરોપીએ બાળક સાથે દુષ્કર્મ આચરવાના ઈરાદાથી તેને ચાલ તને બહાર ફરવા લઈ જાઉં તેમ કહીને લલચાવતા ભોળપણમાં બાળક આરોપીની સાથે ચાલ્યો ગયો હતો, બાદ આરોપી ક્રિષ્નાનંદ તેને નિર્જન અને અવાવરું ઝાડી-ઝાંખરાવાળા વિસ્તારમાં લઈ ગયો હતો. ત્યાં પહોંચીને આરોપીએ માસૂમ પર શારીરિક શોષણ શરૂ કર્યું હતું. આરોપીએ બાળકની મરજી વિરુદ્ધ તેનું પેન્ટ ઉતારી દીધું હતું અને નિર્દયતાપૂર્વક સૃષ્ટિ વિરુદ્ધનું શરમજનક કૃત્ય આચર્યું હતું. આ અણધાર્યા બનાવથી માસૂમ બાળક ભારે ડરી ગયો હતો અને માનસિક આઘાતમાં સરી પડયો હતો. આ દુષ્કર્મ બાદ ઘરે પરત ફરેલા ગભરાયેલા બાળકે સમગ્ર હકીકત પરિવારજનોને જણાવતા પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા હતા. અને પરિવારે તાત્કાલિક આ મામલે ઈચ્છાપોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે આરોપી ક્રિષ્નાનંદ ઠાકોરજી મિશ્રાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

 

ઇ-પેપરના નવા શુલ્ક