• શુક્રવાર, 23 ઑક્ટોબર, 2026

સુરત સચીનમા‘ આઠ વર્ષની બાળકી પર દુષ્કર્મ

શૌચક્રિયા માટે ગયેલી બાળકી પર હેવાનિયત આચરી જાનથી મારી નાખવાની ધમકી આપી

સુરત, તા.22ઃસુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમા‘ આઠ વર્ષની બાળકી પર દુષ્કર્મની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઘર નજીક શૌચક્રિયા માટે ગયેલી બાળકીને અવાવરૂ જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચરવામા‘ આવ્યુ‘ હતુ‘. બનાવને પગલે પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી આરોપીને ઝડપી લીધો છે.

મળતી વિગતો મુજબ, 21 ઓક્ટોબરની સવારે બાળકી ઘરે પરત ફરી રહી હતી ત્યારે 35 વર્ષીય સર્વેસ રામલખન નિષાદે તેનો હાથ પકડી નજીકની ઝાડી-ઝા‘ખરાવાળી જગ્યાએ ખેંચી જઈ દુષ્કર્મ આચર્યું હતુ‘. બાળકીના પ્રતિકાર સામે આરોપીએ તેને માર માર્યો હતો અને કોઈને જાણ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

ઘટના બાદ બાળકીની માતાને જાણ થતા‘ પરિવારે 112 હેલ્પલાઇન પર ફોન કર્યો હતો. સચિન જીઆઈડીસી પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ, બાતમી અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે તિરૂમાલા સોસાયટીમા‘ બરફની ફેક્ટરી નજીક આવેલી ઝાકીરની ચાલમા‘થી આરોપી સર્વેસ નિષાદને ઝડપી લીધો હતો. આરોપી મૂળ ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્લાના ખાનપુરનો વતની છે. પોલીસે આરોપીને ઘટનાસ્થળે લઈ જઈ તપાસ કરી હતી અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક