• શુક્રવાર, 23 ઑક્ટોબર, 2026

દાઉદ ત્યાં જ છુપાયો છે જ્યાં લાદેન મળ્યો હતો

ડી-કંપની રિપોર્ટ મામલે સંયુક્ત રાષ્ટ્ર પર ભડક્યું ભારત

નવી દિલ્હી, તા. 22 : સંયુક્ત રાષ્ટ્રમાં ભારતે ગેંગસ્ટર દાઉદ ઇબ્રાહિમ અને તેની ડી-કંપનીને ભારત આધારિત ગુનાહિત સંગઠન ગણાવતા એક અહેવાલ સામે સખત વાંધો ઉઠાવ્યો છે. ભારતે અહેવાલમાં તથ્યાત્મક ભૂલો હોવાનો ઉલ્લેખ કરીને કહ્યું કે, આવી બેદરકારી સંયુક્ત રાષ્ટ્ર જેવી વૈશ્વિક સંસ્થાની વિશ્વસનીયતાને નુકસાન પહોંચાડે છે.  સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી મિશનના પ્રથમ સચિવ રઘુ પુરીએ ભારતે ડી-કંપનીને ભારતીય ગણાવવાના દાવાને ફગાવી દીધો હતો.

સંયુક્ત રાષ્ટ્રની યાદી મુજબ દાઉદ તે જ દેશમાં છુપાયો છે, જ્યાં અલ-કાયદાનો વડો ઓસામા બિન લાદેન મળી આવ્યો હતો અને માર્યો ગયો હતો. આ સંદર્ભ પાકિસ્તાન તરફ હતો. વર્ષ 2011માં પાકિસ્તાનના એબોટાબાદમાં અમેરિકી નેવી સીલ્સની કાર્યવાહી દરમિયાન ઓસામા બિન લાદેન માર્યો ગયો હતો.

 

ઇ-પેપરના નવા શુલ્ક