મોહમ્મદ
રિઝવાનનો
રેકોર્ડ
તોડવામાં
માત્ર
બે
મોટી
ઇનિંગની
જરૂરિયાત
:
2000 રન
પણ
પૂરા
કરી
શકશે
નવી
દિલ્હી,
તા.
21 :
ભારતીય
ટીમનો
વિસ્ફોટક
બેટ્સમેન
ઈશાન
કિશન
ન્યૂઝિલેન્ડ
સામે
પાંચ
મેચની
ટી20
શ્રેણીમાં
ત્રણ
મોટા
રેકોર્ડ
પોતાનાં
નામે
કરી
શકે
છે.
વધુમાં
પાકિસ્તાનના
મોહમ્મદ
રિઝવાનનો
રેકોર્ડ
પણ
તોડે
તેવી
સંભાવના
છે.
રિઝવન
કોઈપણ
ટેસ્ટ
રમનારા
દેશ
માટે
એક
વર્ષમાં
સૌથી
વધારે
ટી20
રન
કરનારો
બેટ્સમેન
છે.
આ
ઉપરાંત
ઈશાન
કિશન
પોતાના
2000 ટી20
રન
કરવાની
પણ
નજીક
છે
અને
એક
વર્ષમાં
સૌથી
વધારે
રનનો
સૂર્યકુમાર
યાદવનો
રેકોર્ડ
તોડી
શકે
છે.
ભારત
અને
ન્યૂઝિલેન્ડ
વચ્ચે
પહેલો
મુકાબલો
22 ઓક્ટોબરના
ક્રાઇસ્ટચર્ચમાં
રમાવાનો
છે.
આ
મેચમાં
ઈશાન
કિશન
સરળતાથી
સૂર્યકુમારનો
રેકોર્ડ
તોડી
શકે
છે.
ઈશાનને
એક
કેલેન્ડર
યરમાં
સૌથી
વધારે
ટી20
રન
કરનારો
ભારતીય
બેટ્સમેન
બનવામાં
માત્ર
સાત
રનની
જ
જરૂરિયાત
છે.
વર્તમાન
સમયે
રેકોર્ડ
સૂર્યકુમાર
યાદવનાં
નામે
છે.
જેણે
2022માં
1164 રન
કર્યા
હતા.
ઈશાને
2026માં
અત્યારસુધીમાં
34 ઇનિંગમાં
158 રન
કર્યા
છે.
જેમાં
એક
સદી
અને
સાત
અર્ધસદી
સામેલ
છે.
ઈશાન
સામે
બીજું
મોટું
લક્ષ્ય
પાકિસ્તાની
વિકેટ
કીપર
મોહમ્મદ
રિઝવાનનો
રેકોર્ડ
છે.
રિઝવાને
2021માં
પાકિસ્તાન
માટે
એક
કેલેન્ડર
યરમાં
સૌથી
વધારે
1326 ટી20
રન
કર્યા
હતા.
ઈશાન
આ
રેકોર્ડથી
139 રન
પાછળ
છે.
આ
માટે
ઈશાનને
બે
મોટી
ઇનિંગની
જરૂરિયાત
છે.
વધુમાં
ઈશાન
કિશન
પાસે
ત્રીજી
મોટી
ઉપલબ્ધિ
મેળવવાની
પણ
તક
છે.
તે
ટી20
આંતરરાષ્ટ્રીય
ક્રિકેટમાં
2000 રન
પૂરા
કરવાથી
માત્ર
46 રન
દૂર
છે.
અત્યારસુધીમાં
રમેલા
66 મુકાબલામાં
તેણે
1954 રન
કર્યા
છે.
જો
ઈશાન
ઉપલબ્ધિ
મેળવશે
તો
ટી20
ક્રિકેટમાં
2,000
રન
પૂરા
કરનારો
સાતમો
ભારતીય
બેટ્સમેન
બની
જશે.