નવી દિલ્હી, તા. 22 : કોંગ્રેસના સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીએ બુધવારે પોતાનાં પહેલાં પુસ્તક બિલોન્ગિંગ : અ જર્ની ઓફ લવની પહેલી ઝલક શેર કરી હતી. સોનિયાએ પુસ્તકને પ્રેમ, પોતાનાપણાં, કર્તવ્ય અને નુકસાનની વાર્તા ગણાવી હતી. તેમણે આ જાણકારી પોતાના ઇન્સ્ટાગ્રામ મારફતે આપી હતી. આ રીતે સોનિયા ગાંધીએ ઇન્સ્ટાગ્રામ ઉપર એન્ટ્રી કરી હતી. પોતાની પહેલી પોસ્ટમાં જ પુસ્તકની ઝલક આપી હતી અને આભાર પણ વ્યક્ત કર્યો હતો.