• મંગળવાર, 03 નવેમ્બર, 2026

ચાલુ બાઈકે યુવાન થૂંકવા જતા બાઈક સ્લીપ થયું : માતાનું મૃત્યુ

અમરેલી, તા.2: વડિયા તાલુકાના દેવળકી ગામે રહેતા પાર્થ ભુપતભાઇ ટોળિયા નામનો 20 વર્ષીય યુવક ગત તા.31ના બપોરના સમયે પોતાની માતા કાળીબેન ભુપતભાઇ ટોળિયાને પગમાં દુ:ખાવાની બીમારી સબબ જેતપુર ખાનગી હોસ્પીટલમાં બતાવી પરત પોતાના ગામે બાઈક લઈને આવી રહ્યો હતો. દરમિયાન દેવળકી ગામની સીમ વિસ્તારથી પસાર થતા હતા ત્યારે બાઈક ચાલક ચાલુ ગાડીએ થૂંકવા જતા બાઈકનું બેલેન્સ ગુમાવી બેસતા બાઈક સ્લીપ થયું હતું. જેમાં બંને પડી જતા કાળીબેનને માથાના ભાગે ગંભીર ઇજા થતા પ્રથમ જેતપુર બાદ જૂનાગઢ સરકારી હોસ્પિટલમાં ખસેડાતા ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક