વિદેશી મદદથી વડાપ્રધાન બન્યા અને ટકી રહ્યાનો લગાવ્યો ગંભીર આરોપ
નવી દિલ્હી, તા. 2 : લોકસભામાં
વિપક્ષના નેતા રાહુલ ગીંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચર્ચાનો પડકાર ફેંકતાં આરોપ
લગાવ્યો હતો કે તેઓ વિદેશી મદદથી વડાપ્રધાન બન્યા છે અને વિદેશી મદદથી જ આ પદે ટકી
રહ્યા છે. રાહુલ ગાંધીએ ‘એક્સ’ પર એક પોસ્ટમાં સ્પષ્ટ શબ્દમાં જણાવ્યું હતું કે મોદીજી,
દેશથી જૂઠ બોલવાનું બંધ કરો. તમે ંવિદેશી મદદથી પીએમ બન્યા છો અને વિદેશી મદદથી જ આ
પદે ટકી રહ્યા છો. તમારી આર્થિક વ્યવસ્થા સંપૂર્ણ રીતે વિદેશીઓના નિયંત્રણમાં અને સમર્થનથી
છે. વિદેશી સોશિયલ મીડિયા તમારી સાથે ઊભું છે. રાહુલ ગાંધીનો આ પલટવાર નરેન્દ્ર મોદીના
31 ઓક્ટોબરના એ પ્રહાર બાદ આવ્યો છે જેમાં પીએમે વિપક્ષ પર નિશાન સાધતાં કહ્યું હતું
કે વિપક્ષ દેશને વિભાજિત કરવાના પ્રયાસમાં છે. અડચણ પેદા કરનારી તાકાતો, અફવા ફેલાવવા
માટે સોશિયલ મીડિયાનો ઊપયોગ કરી રહી છે. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે તે કોઈ પણ મંચ
પર અને કોઈ પણ સમયે પીએમ મોદી સાથે ચર્ચા માટે તૈયાર છે. તેમણે એમ પણ કહ્યું કે વડાપ્રધાન
એટલા માટે ચર્ચા કરવા આવશે નહીં કેમકે તેઓ જાણે છે કે રાહુલ તેમના વિશે શું જાણે છે.