-ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને 4 વિકેટે હરાવ્યું
નવી
દિલ્હી, તા.1: હોંગકોંગ સુપર સિક્સિસની રોમાંચક ફાઇનલમાં ગુલબદીન નૈબના નેતૃત્વ હેઠળ
અફઘાનિસ્તાને ઓસ્ટ્રેલિયાને 4 વિકેટે હરાવીને પ્રથમ વખત આ ટ્રોફી પોતાના નામે કરી છે.
1 નવેમ્બરના રોજ મોંગ કોકના મિશન રોડ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ
પ્રથમ બાટિંગ કરતાં 6 ઓવરમાં 4 વિકેટે 115 રન બનાવ્યા હતા. જવાબમાં અફઘાનિસ્તાને 5.1
ઓવરમાં 2 વિકેટ ગુમાવી 116 રન બનાવી ઐતિહાસિક વિજય મેળવ્યો હતો.
અફઘાનિસ્તાને
15 રને કરીમ જનત અને 32 રને કેપ્ટન ગુલબદીન નૈબ (17)ની વિકેટ ગુમાવી દીધી હતી. જોકે,
ત્યારબાદ ઇમરાન નઝીરે વિસ્ફોટક બાટિંગનું પ્રદર્શન કર્યું હતું. નઝીરે માત્ર 14 બોલમાં
53 રનની તોફાની ઇનિંગ રમી હતી. ફરમાઉલ્લાહ સૈફીએ પણ 26 રનનું મહત્વનું યોગદાન આપ્યું
હતું. બંને વચ્ચે ત્રીજી વિકેટ માટે 21 બોલમાં 87 રનની ભાગીદારી નોંધાઈ હતી, જેના દમ
પર અફઘાનિસ્તાને પાંચ બોલ બાકી રહેતાં જ જીત હાંસલ કરી લીધી હતી.