• મંગળવાર, 03 નવેમ્બર, 2026

રાઇઝિંગ સ્ટાર્સ એશિયા કપ માટે ટીમનું એલાન : તિલક વર્માના હાથમાં કમાન

અભિષેક શર્મા, વૈભવ સૂર્યવંશી, રિંકુ સિંહ અને હર્ષિત રાણા સ્ક્વોડમાં સામેલ

 કતાર, તા.2 : કતારના દોહા ખાતે યોજાનારા આગામી રાઇઝિંગ સ્ટાર્સ એશિયા કપ માટે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ દ્વારા ઇન્ડિયા એ ટીમની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. જેમાં યુવા બેટ્સમેન તિલક વર્માને કેપ્ટનશીપ સોંપવામાં આવી છે જ્યારે અનુભવી રજત પાટીદારને વાઇસ-કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. 19 નવેમ્બરથી શરૂ થનારી આ ટૂર્નામેન્ટની ફાઇનલ 29 નવેમ્બરે રમાશે.

ટીમમાં ટી20 નિષ્ણાત ફિનિશર રિંકુ સિંહ ઉપરાંત વિસ્ફોટક ઓપનર અભિષેક શર્મા અને ઉભરતા યુવા સિતારા વૈભવ સૂર્યવંશીને સ્થાન મળ્યું છે. બાલિંગ આક્રમણમાં ઈજામાંથી સાજા થઈ રહેલા ઝડપી બોલર હર્ષિત રાણાની વાપસી થઈ છે. ગ્રુપ સ્ટેજમાં ભારત કુલ ત્રણ મુકાબલા રમશે, જેમાં પારંપરિક હરીફ પાકિસ્તાન સામેનો હાઇ-વોલ્ટેજ જંગ પણ સામેલ છે.

ભારત-એ સ્ક્વોડ : તિલક વર્મા (કેપ્ટન), રજત પાટીદાર (વાઈસ-કેપ્ટન), અભિષેક શર્મા, વૈભવ સૂર્યવંશી, પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), રિંકુ સિંહ, કુમાર કુશાગ્ર (વિકેટકીપર), સૂર્યાંશ શેડગે, શાહબાઝ અહેમદ, વિપ્રજ નિગમ, હર્ષ દુબે, તનુષ કોટિયન, હર્ષિત રાણા, પ્રિન્સ યાદવ અને અર્શદ ખાન.

 

ઇ-પેપરના નવા શુલ્ક