• સોમવાર, 02 નવેમ્બર, 2026

પોરબંદરના દરિયામાં પ્રતિબંધિત લાઈટ ફાશિંગ કરતાં બે માછીમારો ઝડપાયા

પોરબંદર,તા.1 : જિલ્લામાં પ્રતિબંધિત લાઈટ ફાશિંગ સામે મરીન પોલીસે કાર્યવાહી કરી બે માછીમારો વિરુદ્ધ ગુના નોંધ્યા છે. દરિયાઈ જીવસૃષ્ટિના સંરક્ષણ માટે ગુજરાત સરકાર દ્વારા પ્રાદેશિક જળસીમામાં એલઈડી લાઈટના ઉપયોગથી માછીમારી કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મિયાણી મરીન પોલીસના પેટ્રાલિંગ દરમિયાન ખારવાવાડના કાનજીભાઈ હરજીભાઈ ગોહિલ પોતાની ’શ્રી ગણેશ’ નામની બોટમાં એલઈડી

લાઈટના અજવાળે માછીમારી કરતા મળી આવ્યા હતા.

આથી તેમની સામે મિયાણી મરીન પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. બીજી તરફ, હાર્બર મરીન પોલીસના પેટ્રાલિંગ દરમિયાન સુભાષનગરના રમણીકભાઈ દેવાભાઈ ચુડાસમા ઓલવેધર પોર્ટની જેટી સામે પોતાની ’વિશ્વેશ્વર’ નામની ફાઈબર બોટમાં લાઈટ લગાવી માછીમારી કરતા ઝડપાયા હતા. તેમની સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે.

ઇ-પેપરના નવા શુલ્ક