• મંગળવાર, 22 ઑક્ટોબર, 2024

ગ્લોબલ વોર્મિંગનો પ્રકોપ : જૂન અત્યાર સુધીનો સૌથી ગરમ માસ સતત 12મા મહિને તૂટી વૈશ્વિક તાપમાનમાં 1.5 ડિગ્રી વધારાની મર્યાદા

નવીદિલ્હી, તા.8: પૃથ્વી ઉપર હવે ગ્લોબલ વોર્મિંગનો પ્રકોપ ખુલીને વર્તાવા લાગ્યો છે. કમોસમી વરસાદથી માંડીને પૂર અને જંગલોમાં આગની આફતોમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં આ વર્ષે તાપમાને તમામ વિક્રમો તોડી નાખ્યા છે. આ વખતે ઉનાળામાં ભારતે પ0-પ0 ડિગ્રી સુધીની દઝાડતી આગનો અનુભવ કર્યો છે ત્યારે યુરોપિયન યુનિયન(ઈયુ)ની જળવાયુ એજન્સી કોપરનિક્સ ક્લાઈમેટ ચેન્જ સર્વિસ(સી3એસ) દ્વારા પુષ્ટિ આપવામાં આવી છે કે, જૂન અત્યાર સુધીનો સૌથી વધુ ગરમ મહિનો રહ્યો છે. દુનિયામાં મોટાપાયે ક્લાઈમેટ ચેન્જ સંકટને ટાળવા માટે નિષ્ણાતો દ્વારા નિર્ધારિત 1.પ ડિગ્રી સેલ્સિયસની સીમા પણ ગત વર્ષ દરમિયાન દર મહિને પાર થઈ ગઈ છે. સી3એસનાં કહેવા અનુસાર આ જૂન સતત 13મો એવો મહિનો હતો જેમાં તાપમાન વિક્રમી ઉચ્ચતમ સ્તરે રહ્યું છે. ભલે અત્યારે લા-નીનાની સ્થિતિ ઉત્પન્ન થઈ રહી હોય પણ તાપમાનમાં સતત વૃદ્ધિ જોવા મળી રહી છે.

આ વર્ષે જાન્યુઆરીમાં વધતુ તાપમાન ઔદ્યોગિક કાળ(18પ0થી 1900) પહેલાની તુલનામાં 1.66 ડિગ્રી વધુ રહ્યું હતું. જે અત્યાર સુધીનો સૌથી ગરમ જાન્યુઆરી માસ બની ગયો  હતો. જાન્યુઆરી 2024માં સપાટી પાસે હવાનું સરેરાશ વૈશ્વિક તાપમાન 13.14 ડિગ્રી હતું જે 1990થી 2020 સુધીનાં જાન્યુઆરી મહિનાઓનાં સરેરાશ તાપમાનથી 0.7 ડિગ્રી વધુ હતું. નવા આંકડાઓ અનુસાર જૂન 2024 અત્યાર સુધીનો સૌથી વધુ ગરમ મહિનો બની ગયો છે. જેમાં સપાટીનું સરેરાશ તાપમાન 116.66 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું અને 1991-2002નાં સરેરાશ તાપમાન કરતાં 0.67 ડિગ્રી વધુ હતું. જ્યારે જૂન 2023 કરતાં 0.14 ડિગ્રી વધુ રહ્યું છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક