• શનિવાર, 12 જુલાઈ, 2025

તુર્કીની સેલેબી કંપનીને હાઇ કોર્ટનો ઝટકો

વિમાનમથકો પર સુરક્ષા મંજૂરી અંગેની અરજી ફગાવાઇ

નવી દિલ્હી, તા. 7 : તુર્કીની  કંપની સેલેબી એરપોર્ટ સર્વિસીસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડને દિલ્હી હાઇકોર્ટમાંથી ઝટકો લાગ્યો છે. સેલેબી વતી બ્યૂરો ઓફ સિવિલ એવીએશન સિક્યુરિટીની સુરક્ષા મંજૂરી રદ કરવાના નિર્ણયને પડકારતી અરજી ફગાવી દેવામાં આવી હતી. દિલ્હી હાઇકોર્ટે કહ્યું હતું કે, સરકારનો નિર્ણય રાષ્ટ્રીય સુરક્ષાના હિતમાં છે. ઉલ્લેખનીય છે કે, ‘ઓપરેશન સિંદૂર’ બાદ કેન્દ્ર સરકારે કાર્યરત તુર્કીની કંપની સેલેબી એવીએશન હોલ્ડિંગની સુરક્ષા મંજૂરી રદ કરી હતી. 21 મેના દિલ્હી હાઇકોર્ટમાં આ મામલાની સુનાવણી દરમ્યાન સેલેબી કંપનીએ દલીલ કર હતી કે, ભારત  સરકારનો આ નિર્ણય ન્યાયના સિદ્ધાંતોની વિરુદ્ધ છે. બ્યૂરો ઓફ સિવિલ એવીએશન સિક્યુરિટીએ 15મી મેના સુરક્ષા મંજૂરી રદ કરી હતી.

નોંધનીય છે કે, સેલેબી સર્વિસીસ ઇન્ડિયા પ્રા.લિ. અને સેલેબી દિલ્હી કાર્ગો ટર્મિનલ મેનેજમેન્ટ ઇન્ડિયા પ્રા.લિ. દેશના વિવિધ હવાઇમથક પર ગ્રાઉન્ડ હેન્ડલિંગ અને કાર્ગો ટર્મિનલ કામગીરીનું નિરીક્ષણ કરે છે. કેન્દ્રીય વકીલે આ કાર્યવાહીનો બચાવ કરતી વખતે ઉડ્ડયન સુરક્ષા માટે અભૂતપૂર્વ ખતરો દર્શાવ્યો હતો. સેલેબીના વકીલે કહ્યું કે, બીસીએસના મહાનિર્દેશકે સજા આપતાં પહેલાં અરજદારોને સાંભળવાની તક આપવી જોઇતી હતી અને કાર્યવાહીનાં કારણો આપવા જોઇતાં હતાં.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

ગોંડલમાં 11 કેવી લાઇન નાખતી વેળાએ વીજ કરન્ટ લાગતા બે હંગામી કર્મચારીના મૃત્યુ કોટેડ લાઇનનો અપાર કંપનીને કોન્ટ્રાકટર અપાયો હતો July 12, Sat, 2025