• શનિવાર, 12 જુલાઈ, 2025

ટેક્સાસમાં વિનાશક પૂર : 100થી વધુ મૃત્યુ

હજી પણ અનેક લાપતા : ભારે ખાનાખરાબી, ટ્રમ્પ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે જાય તેવી શક્યતા

નવી દિલ્હી, તા.8: અમેરિકાના ટેક્સાસમાં ભારે વરસાદને કારણે આવેલા ભયાનક પૂરમાં 100થી વધુ લોકોનાં મૃત્યુ થયા છે અને હજી પણ અનેક લાપતા છે. જેમાં એક કેમ્પમાં ગયેલી છોકરીઓનો પણ સમાવેશ થાય છે. વહીવટીતંત્ર લોકોને બચાવવા માટે મોટા પાયે બચાવ કામગીરી ચલાવી રહ્યું છે.

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ અઠવાડિયાના અંતમાં પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈ શકે છે. જોકે, ટ્રમ્પની મુલાકાત અંગે હજુ સુધી અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. કેર કાઉન્ટીના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ખરાબ રીતે પ્રભાવિત કેર કાઉન્ટીમાં જ્યાં કેમ્પ મિસ્ટિક અને અન્ય ઘણા સમર કેમ્પ આવેલા છે, શોધકર્તાઓને 28 બાળક સહિત 84 લોકોના મૃતદેહ મળ્યા છે. મધ્ય ટેક્સાસમાં મૃત્યુઆંક અત્યાર સુધીમાં ઓછામાં ઓછો 104 થઈ ગયો છે.

બચાવ રાહત ટીમો ગુમ થયેલા લોકોને શોધવા અને અનેક કાઉન્ટીઓમાં નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે 24 કલાક કામ કરી રહી છે. અધિકારીઓએ સોમવારે ચેતવણી આપી હતી કે જેમ જેમ વધુ વિસ્તારોમાં પહોંચવામાં આવશે અને શોધખોળ ચાલુ રહેશે, તેમ તેમ મૃત્યુઆંક વધવાની શક્યતા છે.

આ ઉપરાંત વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે જણાવ્યું હતું કે સ્થાનિક અને ફેડરલ હવામાન સેવાઓએ પૂર પહેલા કેર કાઉન્ટી સમુદાયને પૂરતી ચેતવણી આપી હતી. તેમણે કહ્યું કે આ એક કુદરતી ઘટના છે. તે સમયે પૂર આવ્યું તે વહીવટીતંત્રનો દોષ નથી, પરંતુ સતત ચેતવણીઓ પહેલાથી જ આપવામાં આવી હતી અને ફરીથી રાષ્ટ્રીય હવામાન સેવાએ તેનું કામ કર્યું હતું.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

ગોંડલમાં 11 કેવી લાઇન નાખતી વેળાએ વીજ કરન્ટ લાગતા બે હંગામી કર્મચારીના મૃત્યુ કોટેડ લાઇનનો અપાર કંપનીને કોન્ટ્રાકટર અપાયો હતો July 12, Sat, 2025