• શનિવાર, 14 સપ્ટેમ્બર, 2024

સુલ્તાન પાસે સોનાનું પ્લેન અને સેંકડો રોલ્સ રોયસ !

નવીદિલ્હી, તા.3: બ્રુનેઈના સુલ્તાન હાજી હસનલ બોલ્કિયાહે દુનિયાના સૌથી ધનવાન શાસક માનવામાં આવે છે અને આ દેશ તેલના ભંડાર માટે ઓળખાય છે.  1984માં યૂનાઈટેડ કિંગડમની ગુલામીથી આઝાદ થઈ બ્રુનેઈ દેશની કમાન સુલ્તાન હસનલ બોલ્કિયાહના હાથમાં આવી. તેમનું આખું નામ હસનલ બોલ્કિયાહ ઈબ્ની ઉમર અલી સૈફુદ્દીન તૃતીય છે. જેની ઉંમર લગભગ 78 વર્ષ છે. હસનલ બોલ્કિયાહ પોતાની લક્ઝરી લાઈફસ્ટાઈલ માટે દુનિયાભરમાં ઓળખાય છે.   હસનલ બોલ્કિયાહ ભવ્ય આલીશાન મહેલમાં રહે છે અને તેમની પાસે ખરબોની સંપત્તિ છે. તેની સાથે જ બ્રુનેઈના 29મા સુલ્તાન પાસે લગભગ 7000 કાર છે. જેની અનુમાનિત કિંમત 5 અબજ ડોલરથી વધારે છે. આ ઉપરાંત તેમની પાસે ખુદનું બોઈંગ 747 પ્લેન પણ છે. તેની કિંમત હજારો કરોડ રૂપિયા છે. તેમની પાસે જે પ્રાઈવેટ જેટ છે, તે સોનાનું બનેલું છે. તેમાં અલગથી 989 હજાર કરોડ રૂપિયા ખર્ચ કર્યો છે.  એટલું જ નહીં હસનલ બોલ્કિયાહ પાસે 500 રોલ્સ રોયસ કાર અને 300 ફેરારી કાર છે. તેમની પાસે બોઈંગ 767-200, એક એરબસ અ340-200 અને બે સિકોરસ્કી હેલિકોપ્ટર પણ છે. તેઓ કોઈ પણ જગ્યાએ જવા માટે તેનો ઉપયોગ કરે છે.  સુલ્તાનના મહેલમાં 5 સ્વામિંગ પૂલ, 257 બાથરૂમ અને 1700થી વધારે રૂમ છે. 110 ગેરેજ ઉપરાંત એર કન્ડીશાનિંગ સાથે 200 ઘોડાના ફાર્મ છે. આ મહેલના ગુંબજને 22 કેરેટ સોનાથી સજાવવામાં આવ્યો છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

ભાવનગર અને અમરેલી જિલ્લામાં કેફી પદાર્થના કારોબારનો પર્દાફાશ September 14, Sat, 2024