• ગુરુવાર, 19 સપ્ટેમ્બર, 2024

બંગલાદેશી, રોહિંગ્યા ઘૂસણખોરોની સાથે છે ઉંખખ : મોદી

ઝારખંડમાં મોદીની જનસભા, ઉંખખ, કોંગ્રેસ અને છઉંઉ ઉપર પ્રહાર

 

જમશેદપુર, તા. 15 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝારખંડના જમશેદપુરમાં એક જનસભા સંબોધિત કરતા રાજ્યની જેએમએમ સરકાર ઉપર પ્રહાર કર્યો હતો. આ પહેલા ખરાબ હવામાનના કારણે પીએમ મોદી નક્કી સમયે જમશેદપુર જઈ શક્યા નહોતા અને રોડ શો રદ થયો હતો. બાદમાં રાંચીથી છ વંદે ભારત ટ્રેનને લીલીઝંડી બતાવીને પીએમ મોદી જમશેદપુર પહોંચ્યા હતા. જ્યાં  મોદીએ કહ્યું હતું કે, જેએમએમ આદિવાસી સમાજનું સમ્માન કરતી નથી. ઝારખંડના ગરીબ આદિવાસી પૂછી રહ્યા છે કે શું ચંપઈ સોરેન આદિવાસી નહોતા ? તેઓને અપમાનિત કરવામાં આવ્યા છે. જેનાથી દરેક ગરીબ આદિવાસીઓને આઘાત લાગ્યો છે. આ દરમિયાન પીએમ મોદીએ આરોપ મૂક્યો હતો કે જેએમએમના લોકો આદિવાસીઓની જમીન ઉપર કબજો કરનારા લોકોની સાથે છે. બંગલાદેશી અને રોહિંગ્યા ઘૂસણખોરોની સાથે જેએમએમના લોકો છે.

પીએમ મોદીએ જનસંબોધનમાં કહ્યું હતું કે, ગત લોકસભામાં આખો વિપક્ષ મોદીને હરાવવા માટે બેચેન હતો. પૂરી જમાત, મોટા મોટા ષડયંત્ર, સાજિશ અને જુઠ્ઠાણા ચલાવવામાં આવ્યાં હતાં. જો કે લોકોના આશીર્વાદ આ બધા ઉપર ભારે પડયા હતા. લોકોના પ્રેમ અને આશીર્વાદ માટે પોતે  આભાર માને છે. આજે દેશના દલિત, વંચિત, ગરીબ આદ્યિવાસી અને મહિલાઓનો ભરોસો મોદી ઉપર છે. આજે યુવાનોનો ભરોસો મોદી ઉપર છે. મધ્યમવર્ગનો ભરોસો મોદી ઉપર છે. ઝારખંડનો ભાજપ સાથે સંબંધ માત્ર રાજકીય નથી. આ સંબંધ પોતાનાપણાનો છે. ઝારખંડનું સપનું ભાજપનું પોતાનું સપનું છે.

પીએમ મોદીએ કહ્યું હતું કે, ઝારખંડના સૌથી મોટા ત્રણ દુશ્મન છે. જેએમએમ, આરજેડી અને કોંગ્રેસ. ઝારખંડના નિર્માણનો બદલો આરજેડી લઈ રહી છે અને કોંગ્રેસને તો ઝારખંડથી નફરત છે. જેએમએમના લોકો કે જેણે આદિવાસીના નામે રાજનીતિ ચમકાવી તેઓ આજે આદિવાસીની જમીન ઉપર કબજો કરનારા, બંગલાદેશી, રોહિંગ્યા વગેરેની સાથે છે. આ ઘુસણખોરો અને કટ્ટરવાદીઓ જેએમએમને પણ પોતાના કબજામાં લઈ રહ્યા છે, કારણ કે જેએમએમમાં કોંગ્રેસનું ભૂત લાગ્યું છે. કોઈપણ પાર્ટીમાં કોંગ્રેસનું ભૂત વળગે તો તેનો એજન્ડા માત્ર તુષ્ટીકરણનો જ રહે છે. આ માટે આવા લોકો દલિત, આદિવાસી અને પછાત સમાજની બલી ચડાવે છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક