• ગુરુવાર, 19 સપ્ટેમ્બર, 2024

ભારતના 78 ટકા લોકો નથી કરતા પાકિસ્તાન ઉપર ભરોસો

એક નવા સરવેમાં દાવો : બંગલાદેશીઓને ભારત-પાકિસ્તાન બન્ને ઉપર ભરોસો

નવી દિલ્હી, તા. 16 : ભારતીય અને પાકિસ્તાની લોકો એકબીજા ઉપર ભરોસો કરતા નથી. વધુમાં બંગલાદેશી દરેક ઉપર ભરોસો કરે છે. એક સરવેમાં આવી વિગત સામે આવી છે. સેન્ટર ફોર પોલિસી રિસર્ચ અને સીવોટર ફાઉન્ડેશને એક નવા સરવેમાં જાણવાની કોશિશ કરી છે કે ભારતીય, પાકિસ્તાન અને બંગલાદેશી એકબીજા અંગે અને પોતાના દેશના સાત પાડોશી દેશ સાથેના સંબંધોને કેવી રીતે જેવે છે. આ રિપોર્ટ ‘સાઉથ એશિયા ઇન ચેન્જિંગ વર્લ્ડ’ ટાઇટલથી પ્રકાશિત થયો છે.

સરવેમાં સામેલ  લગભગ 78 ટકા ભારતીય ઉત્તરદાતાઓએ કહ્યું હતું કે, તેઓને પાકિસ્તાની ઉપર ભરોસો નથી જ્યારે 60 ટકા પાકિસ્તાની લોકોએ કહ્યું હતું કે તેઓને ભારતીય લોકો ઉપર ભરોસો નથી. તેનાથી વિપરીત 66 ટકા બંગલાદેશઓને ભારત ઉપર અને 63 ટકા બંગલાદેશીઓને પાકિસ્તાન ઉપર ભરોસો છે. સર્વેમાં સામેલ તમામ લોકોએ કહ્યું છે કે વિભાજનનો નિર્ણય યોગ્ય હતો. જો કે આવું કહેનારા લોકોની સંખ્યા ભારતમાં ઓછી છે.

ઇ-પેપરના નવા શુલ્ક